મુંબઈના 26 વેપારી ઓફિસ બંધ કરી સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ થયા
રોજ ર૦ થી રપ ઓફિસોમાં કુંભ મુકાઈ રહ્યા છે
સુરત, ખજાેદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું ડિસેમ્બરમાં વિધિવત રીતે ઉદ્ઘાટન થાય તે પહેલાં સુરત અને મુંબઈના હીરા વેપારીઓએ બુર્સ ઉપર ફોકસ કર્યુ છે. દશેરાના દિને શુંભ ઘડાના કાર્યક્રમ બાદ મુંબઈના ર૬ હીરા વેપારીઓ સુરત કાયમ શિફટ થઈને કામકાજ શરૂ કરવા જઈ રહ્યા છે.
સુરત ડાયમંડ બુસમાં ૧૩પ હીરા વેપાીરઓ એકસાથે પોતાનું કામકાજ શરૂ કરવા જઈ રહ્યા છે. આમાં ર૬ મુંબઈના વેપારીઓ છે, જેઓ મુંબઈમાંનો વેપાર સમેટીને સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલા ડાયમંડ બુસની અંદર બેન્કનું ઉદઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ પહેલા દશેરાના દિવસે ૯૮૩ ઓફિસોમાં કુંભ ઘડાનું સ્થાપન થયું હતું ત્યારબાદ છેલ્લા ર૦ દિવસથી રોજ ર૦ થી રપ ઓફિસોમાં કુભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે, એમ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ જણાવ્યું હતું. હીરા સહિતઅન્ય વેપાર-ધંધા સાથે સંકળાયેલાઓ પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.
હવે લોકોની આતુરતાનો અંત થશે. તા.૧૭મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડ્રીમ પ્રોજેકટ સમા આ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવશે. વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે ત્યારે હવે સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે વેપાર થવાની શરૂઆત થશે, એમ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું.