વટવા GIDC પોલીસમાં ફરિયાદઃ બેંકમાં આવેલા ગઠીયા યુવાનનાં ૨૬ હજાર તથા મોબાઈલ પડાવી ગાયબ
અમદાવાદ: વટવા વિસ્તારમાં એક યુવાનને મદદ કરવાનું ભારે પડ્યુ છે બેકમાં ગયેલા યુવાન પાસે ફોર્મ ભરવાની વિનંતી કર્યા બાદ બે માથી એક શખ્શ તેના રોકડા ૨૬ હજાર રૂપિયા તથા બીજા તેનો મોબાઈલ ફોન લઈને રફૂચક્કર થઈ ગયો હોત જ્યારે યુવાન હાથમા ૫૦ હજારના બદલે કાગળીયા ભરેલો રૂમાલ પકડાવી દિધો હતો.
અનિલ જગન્નાથ ગુપ્તા શ્રી હરીક્રિષ્ના પાર્ક વટવા (Anil Jagannath Gupta Resi. of Shri Harikrishna Park, Vatva, Ahmedabad) ખાતે રહે છે બુધવારે બપોરે બાર વાગ્યાની આસપાસ અનીલ તેના ભાઈ સાથે વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બેકમા રૂપિયા ભરવા ગયો હતો એ વખતે એક અજાણ્યા શખ્શે મારે રૂપિયા ૫૦૦૦૦ ભરાવનો છે અને ફોર્મ ભરતા આવડતુ નથી તેમ હતુ અનિલે મદદ કરવા તેનુ ફોર્મ ભર્યુ એ વખતે ગઠીયાએ તેના રૂપિયા જમા કરવામાં માટે માગતા અનિલે શખ્શને રૂપિયા ૨૬ હજાર અને ફોર્મ આપ્યુ હતુ બીજી તરફ બીજા ગઠીયાએ પચાસ હજાર ભરેલુ રૂમાલ અનિલને આપીને ફોન કરવા માટે ફોન માગ્યો હતો.
જેથી અનિલે તે આપતા આ ઈસમ પણ ફોન પર વાત કરતા કરતા ગાયબ થઈ ગયો હોત ઘણીવાર થવા છતા બે માંથી એક પણ શખ્શ પરત ન ફરતાં અનિલભાઈએ બેકમા તપાસ કરતા બને ગઠીયાઓ મળ્યા ન હતા જ્યારે રૂમાલ તપાસતા તેમાંથી રૂપિયાને બદલે કાગળનું બંડલ મળી આવ્યુ હતુ. જેથી બુમાબુમ કર્યા બાદ અનિલભાઈએ વટવા જીઆઈડીસી (Anilbhai filed a complain in Vatva GIDC police station of Ahmedabad) બંને શખ્શો વિરુદ્ધ રૂપિયા ૨૬ હજારથી વધુની માલમતા ચોરી જવાની ફરીયાદ નોધાવી છે.