Western Times News

Gujarati News

સુરત એરપોર્ટ પર ૨૭ કરોડનું સોનું પકડાયું

પ્રતિકાત્મક

સુરત, સુરત એરપોર્ટ પરથી ૨૭ કરોડ રૂપિયાના સોના સાથે ૪ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદ ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ)ની તપાસમાં સોનું લાવનાર ચારેય શખ્સ કેરિયર હોવાનું ખૂલ્યું હતુ એ ચારેય જણા આ ૪૫ કિલો ગોલ્ડ શારજહાથી બેગમાં લઈ આવ્યા હતા.

ડીઆરઆઈને શંકા છે કે કસ્ટમ વિભાગનો કોઈ અધિકારી પણ સંડોવાયેલો હોઈ શકે છે. આટલું બધું સોનું આખરે કોણે મંગાવ્યું તે દિશામાં તપાસ મોટા ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે. સુરત એરપોર્ટ જાણે સોનાની દાણચોરી કરનારા માટે સ્વર્ગ બન્યું હોય તે રીતે છેલ્લા બે મહિનામાં સોનું પકડાઈ રહ્યું છે.

જાેકે, શનિવારે મોડી રાતે શારજહાથી આવેલી ફ્લાઈટમાં અત્યાર સુધીનું સૌથી મોટું ૪૫ કિલો સોનાનું કન્સાઈનમેન્ટ પકડી પાડવામાં ડીઆરઆઈને સફળતા મળી હતી. ડીઆરઆઈના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી,

જેના આધારે અધિકારીઓ એરપોર્ટ પર ગોઠવાઈ ગયા અને શારજહાથી સુરત આવેલી ફ્લાઈટમાંથી ઉતરી એરપોર્ટની બહાર નીકળતા ૪ શખ્સની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. તેમની પાસેની બેગમાં તપાસ કરતા પેસ્ટ તરીકે લવાયેલુ અધધ ૪.૫ કિલો સોનું મળી આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.