વ્યાજખોરીની ગુનાહીત પ્રવૃત્તિ ડામવા શહેરમાં ર૭ દિવસની સ્પેશીયલ ડ્રાઈવ
શહેરના તમામ ૭ ડીસીપીઓની નોડલ અધિકારી તરીકે નિમણુંક
અમદાવાદ, શહેરમાં ચાલતી ગેરકાયદેસરની વ્યાજખોરીની ગુનાહીત પ્રવૃત્તિ ડામી દેવા શહેર પોલીસ દ્વારા આવતીકાલથી ર૭ દિવસ સુધીની સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે. તેમજ શહેના તમામ ૭ ઝોનના ડીસીપીઓઅની નોડલ અધિકારીઓ તરીકે નિયુકિત કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ શહેરમાં કેટલીક વ્યકિતઓઅ દ્વારા જરૂરીયાતમંદ વ્યકિતઓઅની નાણાં ધીરધાર કરી ગેરકાયદેસર રીતે અનેકગણું ઉંચુ વ્યાજ વસુલવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે આ ગુનાહીત પ્રવૃત્તિને ડામી દેવા માટે આવતીકાલથી તા.૩૧ જાન્યુઆરી સુધીની ર૭ દિવસની સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે. આ ડ્રાઈવની કાર્યવાહી કરવા તમામ ડીસીપીઓઅઅને નોડલ અધિકારી નિયુકત કરાયા છે.
ડ્રાઈવ દરમ્યાન અરજદારો સંબંધીત ડીસીપીઓઅની રૂબરૂ મુલાકાત લઈ શકશે તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં આ બાબતે લોકદરબારનું આયોજન કરવામાં આવશે. ઝોન–૧ના ડો.લવીના સિંહા, ઝોન-રના જયદીપસિંહ જાડેજા, ઝોન-૩ ના સુશીલ અગ્રવાલ ઝોન-૪ના ડો.કાનનન દેસાઈ, ઝોન–પ ના બળદેવ દેસાઈ, ઝોન -૬ના અશોક મુનીયા અઅને ઝોન-૭ના ભગીરથસિંહ જાડેજાને નોડલ અધિકારી તરીકે નીમાયા છે.