કલોલની કંપનીએ છૂટા કરેલા 278 કામદારોના ૪૪ દિવસથી ધરણાં પર
આવક બંધ થઈ જવાના કારણે કામદારોના પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે.-ન્યાય માટે આગળ ન આવતી સરકાર અને તંત્ર સામે રોષ
ગાંધીનગર, કલોલમાં આવેલી એક ખાનગી કંપનીએ અગાઉથી જાણ કર્યા વગર ર૭૮ કામદારોને છૂટા કરી દીધા હતા જેથી ન્યાય મેળવવા માટે નોકરી ગુમાવનારા કામદારો છેલ્લા ૪૪ દિવસથી ધરણા સાથે દેખાવો કરી રહ્યાં છે તેમ છતાં ન્યાય માટે આગ ળન આવતી સરકાર અને તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે. આવક બંધ થઈ જવાના કારણે કામદારોના પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે.
ખાનગી કંપનીમાં લાંબા સમયથી ફરજ બજાવતા ર૭૮ કામદારોને કોઈ પણ પ્રકારની નોટિસ કે અગાઉથી જાણ કર્યા વગર છુટા કરી દેવામાં આવ્યા હતા. તે પછી ન્યાય મેળવવા માટે કામદારો છેલ્લા ૪૪ દિવસથી ધરણા પર બેઠા છે. કંપની તેમની વાત સાંભળવા તૈયાર નથી
કે સરકાર આજીવિકા ગુમાવનાર કામદારોના પરિવારની વ્હારે આવતી નથી. તેના કારણે કામદારોના પરિવારોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. કામદારોના ઘરમાં ખાવાના ફાંફા પડી ગયા છે અને તેમના બાળકોની હાલત દયનીય બની ગઈ છે.
નોકરી ગુમાવનાર કામદારો દ્વારા કંપનીમાં અને સરકારમાં અનેક વખત લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી છે. કંપની દ્વારા કોઈ પ્રકારનું કારણ દર્શાવ્યા વગર કામદારોને નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કામદારો દ્વારા કરવામાં આવ્યો છે. તેઓ ન્યાય માટે વલખાં માીર રહ્યા છે.
હાલના તબકકે નોકરી ગુમાવનારા કામદારો અને તેમનાપરિવારો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. જીવન નિર્વાહ કેવી રીતે કરવો તેવા પ્રશ્નો ઉભા થયા છે.