28-વર્ષીય ડૉક્ટરે કોલોરેક્ટલ કેન્સરની રોબોટિક સર્જરી પોસ્ટ-ગ્રેજ્યુએશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
કોલોસ્ટોમી ટાળવા અને કોલોરેક્ટલ કેન્સરની સર્જરી પછી જીવનની ગુણવત્તા સુધારવા લૉ રેક્ટલ રિસેક્શન અને પુનઃનિર્માણ ઓફર કરનાર ગણ્યાંગાંઠ્યાં કેન્દ્રોમાં સામેલ
અપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલોરેક્ટલ સર્જરી, ચેન્નાઈમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા, કારણ કે આ સંસ્થામાં સફળ રોબોટિક કોલોરેક્ટલ સર્જરીમાંથી પસાર થનાર 28 વર્ષીય પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ શાખાની વિદ્યાર્થીની ડૉ. જેડી (ગોપનીયતા જાળવવા માટે નામ બદલ્યું છે)એ તેનું મેડિકલ પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
વળી આ પ્રસંગે અપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલોરેક્ટલ સર્જરીમાં કોલોરેક્ટલ રોગો, ખાસ કરીને કોલોરેક્ટલ કેન્સરની સારવારમાં અદ્યતન લઘુતમ ઇન્વેસિવ ટેકનિક અને ટેકનોલોજી ઓફર કરવાની શરૂઆતના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઈ હતી.
ધ એપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલોરેક્ટલ સર્જરી, ચેન્નાઈના કન્સલ્ટન્ટ કોલોરેક્ટલ એન્ડ રોબોટિક સર્જરી ડૉ. વેંકટેશ મુનિક્રિષ્નને કહ્યું હતું કે, “ડૉ. જેડી વર્ષ 2017માં 24 વર્ષની વયની હતી અને મેડિકલ પોસ્ટ-ગ્રેજ્યુએશન શરૂ કર્યું હતું. આ સમયે તે અતિ લૉ રેક્ટલ કેન્સરથી પીડિત હોવાનું નિદાન થયું હતું. તેના માટે આ નિદાન આઘાતજનક હતું,
કારણ કે સારવાર સાથે પણ તેમની મેડિકલમાં અભ્યાસ પૂર્ણ કરવાની તેમની સફર થોડો સમય થંભી જાય એવી અપેક્ષા હતી, કારણ કે પરંપરાગત કોલોરેક્ટલ કેન્સર દર્દીઓને કોલોસ્ટોમી સાથે રહેવું પડે છે એટલે કે સર્જિકલ રીતે શરીર એક છીદ્ર પાડવામાં આવે છે, જે આંતરડાના કચરાને કોલોસ્ટોમીની બહારની કોથળીમાં ઠાલવે છે.
પછી તેણે અમે કોઈ સમાધાન ઓફર કરી શકીએ એ આશા સાથે અમારો સંપર્ક કર્યો હતો, જેથી તેનો અભ્યાસ જળવાઈ રહે અને સાધારણ જીવન જીવી શકે. અમે તેને નિરાશ કરી નહોતી!”
ડૉ. મુનિક્રિષ્નને રોબોટિક પ્રક્રિયાની વિગત આપતાં કહ્યું હતુ કે, “રોબોટિક કોલોરેક્ટલ સર્જરી સાથે અમે કેન્સર દૂર કરવા અને આંતરડાનું ગુદા સાથેનું જોડાણ નવેસરથી બનાવીને જટિલ સર્જરી હાથ ધરી હતી, જેથી કાયમી કોલોસ્ટોમી ટળી ગઈ હતી.
કોઈ પણ પ્રકારની જટિલતા વિના એની સ્થિતિમાં સુધારો થયો હતો, તેનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. રોબોટિક સર્જરીના ઉપયોગથી ટૂંકા ગાળાનાં કેટલાંક ફાયદા થયા હતા, જેમ કે ઓછો રક્તસ્ત્રાવ, સ્થિતિમાં ઝડપથી સુધારો અને શરીરની સાધારણ કામગીરીની સારી રીતે જાળવણી.”
છેલ્લાં બે દાયકામાં કોલોરેક્ટલ કેન્સરનો દર 20થી 30 વર્ષથી 40થી 50 વર્ષની વયના યુવાન પુખ્તો વધી રહ્યો છે. આ વયજૂથમાં લોકો સક્રિય હોય છે, તેમનો પરિવાર અને કારકિર્દી બને છે તથા સારવાર પછી આ પ્રકારના દર્દીઓના જીવનની ગુણવત્તા સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. જોકે જો કોલોરેક્ટલ કેન્સરનું નિદાન પ્રાથમિક તબક્કામાં થઈ જાય, તો એની સંપૂર્ણ સારવાર કરી શકાય છે અને રોબોટિક કોલોરેક્ટલ સર્જરી દર્દીઓને કોલોસ્ટોમી ટાળવામાં અને સામાન્ય જીવન જીવવા તરફ દોરી જવામાં મદદરૂપ થાય છે.
અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના ચેરમેન ડૉ. પ્રતાપ સી રેડ્ડીએ કહ્યું હતું કે, “વર્લ્ડ બેંકે આગામી દાયકામાં બિનચેપી રોગોથી ઊભી થનારી મોટી કટોકટી તથા એની વ્યક્તિઓ, પરિવારો અને દેશ પર થનારી અસર પર પ્રકાશ ફેંક્યો છે. ખાસ કરીને કેન્સર મોટી અસર કરે છે અને કોલોરેક્ટલ કેન્સરમાં વધારો થઈ રહ્યો હોવાથી એ મુખ્ય જોખમ બની ગયું છે.
અપોલોમાં અમે અદ્યતન તબીબી ટેકનોલોજી લાવી રહ્યાં છીએ, જે કેન્સરની સારવાર કરવા હેલ્થકેર નવીનતાના નવા યુગનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2016માં અમે કોલોરેક્ટલ સર્જરી માટે એક વિશેષ વિભાગ શરૂ કર્યો હતો અને સાથે સાથે રોબોટિક કોલોરેક્ટલ સર્જરી પણ શરૂ કરી હતી. આ સચોટ સર્જરી તરફ દોરી ગઈ છે, જે દર્દીઓમાં લઘુતમ આડઅસરો પેદા કરે છે.
રોબોટિક કોલોરેક્ટલ સર્જરી પ્રોગ્રામ ગ્રૂપની અન્ય હોસ્પિટલોમાં પણ શરૂ કરવામાં આવશે. અમને ખાતરી છે કે, વહેલાસર નિદાનથી કોલોરેક્ટલ કેન્સર સહિત કોલોરેક્ટલ રોગોમાંથી બિમારી અને મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર અસર ઊભી કરવામાં મદદ મળશે.”
અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન સુશ્રી પ્રીતા રેડ્ડીએ કહ્યું હતું કે, “અપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલોરેક્ટલ સર્જરીનો વિકાસ ભારતમાં રોબોટિક કોલોરેક્ટલ સર્જરી માટે એકમાત્ર કેન્દ્રિત સુપર-સ્પેશિયાલિટી સેન્ટર તરીકે થયો છે, જે અમારી નૈદાનિક ઉત્કૃષ્ટતા પ્રત્યેની દ્રઢ કટિબદ્ધતાનું પ્રતીક છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં રોબોટિક કોલોરેક્ટલ સર્જરી જેવી લઘુતમ ઇનવેસિવ ટેકનિકોમાં થોડી પ્રગતિ થઈ છે, જે કોલોરેક્ટલ રોગોના વ્યવસ્થાનમાં મહત્વપૂર્ણ ફેરફાર તરફ દોરી ગઈ છે, ખાસ કરીને રેક્ટલ કેન્સર સર્જરી માટે. ઉપરાંત જ્યારે કોલોરેક્ટલ સર્જન્સ દ્વારા કોલોરેક્ટલ રોગોની સારવાર કરવામાં આવે છે,
ત્યારે શ્રેષ્ઠ નૈદાનિક પરિણામો હાંસલ થયા હોવાના પુરાવા છે. દુનિયાભરના દર્દીઓને શ્રેષ્ઠ ઉપલબ્ધ સારવાર પ્રદાન કરવાની અમારી મક્કમતા સાથે અપોલોએ યુનિવર્સિટી કોલેજ, લંડન અને ક્લીવલેન્ડ ક્લિનિક, યુએસ સાથે નૈદાનિક જોડાણ કર્યું છે. આ પ્રકારનાં જોડાણો સુનિશ્ચિત કરે છે કે, અમારી તબીબી ટીમો હંમેશા અદ્યતન મેડિકલ ડેવલપમેન્ટથી વાકેફ રહે અને સાથે સાથે નૈદાનિક કુશળતાનું સારું આદાનપ્રદાન થાય.”
આંતરડા, ગુદા અને મળદ્રારના રોગોની સારવાર માટે ભારતનાં પ્રથમ પ્રતિબદ્ધ સેન્ટર્સ પૈકીનું એક આ ઇન્સ્ટિટ્યૂટ કોલોરેક્ટલ કેન્સર અને પ્રોક્ટોલોજી અને પેલ્વિક ફ્લોર રોગોમાં અદ્યતન સારવારો માટે રોબોટિક અને લેપરોસ્કોપિક કોલોરેક્ટલ સર્જરી ઓફર કરે છે.
રોબોટિક કોલોરેક્ટલ સર્જરી પ્રોગ્રામ દેશમાં સૌથી વ્યસ્ત છે, જેની વર્ષ 2016માં શરૂ થયા પછી 600થી વધારે રોબોટિક કોલોરેક્ટલ સર્જરીઓ પૂર્ણ થઈ છે, જેમાંથી 450 સર્જરી ડૉ. વેંકટેશ મુનિક્રિષ્નન દ્વારા હાથ ધરવામાં આવી છે, જેઓ દેશમાં સૌથી વધુ રોબોટિક કોલોરેક્ટલ સર્જન હોવાની વિશેષતા ધરાવે છે.
કોલોરેક્ટલ કેન્સર દુનિયાભરમાં સામાન્ય કેન્સર ગણાય છે, પણ ભારતમાં એના કેસ ઓછા છે. ગ્લોબોકેન 2018 રેન્કિંગ મુજબ, દુનિયાભરમાં કેસની સંખ્યાની દ્રષ્ટિએ કોલોન કેન્સર 13મો ક્રમ ધરાવે છે તથા દર વર્ષે 27,605 નવા કેસ આવે છે અને 19,548 દર્દીઓના મૃત્યુ થાય છે.
વર્ષ 2018થી સમગ્ર રતમાં 27,605 નવા કેસ નોંધાયા છે અને ભારતમાં આ બિમારી સાથે જીવિત દર્દીઓની કુલ સંખ્યા અંદાજે 53,700 છે. કોલોરેક્ટલ કેન્સર યુવાન એશિયન પુરુષોમાં ખાસ વધી રહ્યું છે, જે માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક જીવનશૈલીની રીતો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
ડૉ. વેંકટેશ મુનિક્રિષ્નને કેન્સર આગળ વધી જાય છે એ પાછળના તબક્કામાં સારવાર માટે આવતા દર્દીઓ પર કોવિડ મહામારીની અસર પર પણ પ્રકાશ ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “મહામારીની શરૂઆત થયા પછી પાછળના તબક્કામાં કેન્સર ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો ચિંતાજનક બાબત છે.
પ્રાથમિક તબક્કા 1 અને 2માં આ કેન્સરની સારવાર કરવી સરળ છે, જેમાંથી કેન્સરનું ‘સ્ટેજ માઇગ્રેશન’ એટલે કે પાછળના તબક્કામાં કે જીવલેણ તબક્કામાં, ત્રીજા અને ચોથા આગળ વધી જવા વિશે દર્દીઓને જાગૃત કરવાની તાતી જરૂર છે,
જેમાં દર્દીની સ્થિતિમાં સુધારો કરવો પડકારજનક બની શકે છે. લોકો આ કેન્સરના ચિહ્નોથી વાકેફ થાય એ મહત્વપૂર્ણ છે, જેથી તેમને ઉચિત સારવાર મળી શકે. કોલોરેક્ટલ કેન્સરના ચિહ્નો અને હેમરોઇડ્સ જેવી બિમારીની શરૂઆતના ચિહ્નો એકસરખા હોય છે એ જાગૃતિ લાવવાની પણ જરૂર છે.”
મોટી સંખ્યામાં કેસ સાથે દેશમાં વ્યસ્ત એકમ તરીકે અપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલોરેક્ટલ સર્જરી ડૉ. મુનિક્રિષ્નનનાં નેતૃત્વમાં દર વર્ષે 750થી વધારે કોલોરેક્ટલ સર્જરી કરે છે, જેમાંથી 130 કોલોરેક્ટલ કેન્સર સાથે સંબંધિત સર્જરીઓ હોય છે અને એમાંથી 110 રોબોટિક સર્જરીઓ હોય છે.
રોબોટિક કોલોરેક્ટલ સર્જરીઓની ઊંચી સંખ્યા વાજબી ખર્ચની સુવિધા આપે છે, જેમાં રોબોટિક કોલોરેક્ટલ સર્જરીનો ખર્ચ પ્રમાણભૂત કીહોલ સર્જરી જેટલો જ થાય છે. એનાથી દર્દીઓને પણ લાભ થાય છે, જેઓ રેક્ટલ કેન્સર કે રેક્ટલ પ્રોલેપ્સ જેવી રેક્ટલ અને પેલ્વિક (ગુદા અને પેડુ)ની સમસ્યાઓની સારવારમાંથી પસાર થતા હોય છે.