યુક્રેને રશિયા પર હુમલો કરતા ૯ મહિલા સહિત ૨૮નાં મોત
નવી દિલ્હી, યુક્રેન હુમલામાં ૯ મહિલાઓ અને એક બાળક સહિત કમસે કમ ૨૮ લોકોના મોત થઈ ગયા છે. યુક્રેનના સશસ્ત્ર દળોએ આ હુમલો રશિયા-નિયંત્રિત પૂર્વી યુક્રેનમાં એક બેકરી અને રેસ્ટરન્ટ પર કર્યો છે. હુમલામાં હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો.
આ સંબંધમાં રશિયાએ રવિવારે કહ્યું કે યુક્રેને નવ મહિલાઓ અને એક બાળક સહિત કમસે કમ ૨૮ લોકોનો જીવ લીધો છે. તેના સશસ્ત્ર દળોની રોકેટથી રશિયા નિયંત્રિત પૂર્વી યુક્રેનમાં એક બેકરી અને રેસ્ટોરન્ટને ટાર્ગેટ કર્યો છે.
રશિયા સમર્થિત અધિકારીઓએ કહ્યું કે, યુક્રેને શનિવારે અમેરિકાથી સપ્લાઈ કરેલી હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમની સાથે લિસિચાંસ્ક શહેરની એક બેકરી પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, ઈમરજન્સી વર્કર્સે રેસ્ટોરન્ટના કાટમાળમાં બચેલા લોકોની શોધખોળમાં છે.
લુહાંસ્ક વિસ્તારના સ્થાનિક રશિયન નેતા લિયોનિદ પાસેચનિકે કહ્યુ કે, યુક્રેનના સશસ્ત્ર દળોએ લિસિચાંસ્કમાં એક બેકરી પર ગોળીબાર કર્યો, જે રશિયાના કંટ્રોલમાં છે. તેમણે કહ્યું કે, જે સમયે બેકરી પર હુમલો કર્યો, ત્યારે બેકરીમાં લોકોની ભારે ભીડ હતી.
આ દરમ્યાન રશિયાના ઈમરજન્સી મંત્રાલયે કહ્યું કે, ૧૦ લોકોને કાટમાળમાંથી જીવતા કાઢવામાં આવ્યા છે. જો કે, તેમાંથી ચાર લોકો ખૂબ જ ગંભીર સ્થિતિમાં છે. લોકોની શોધખોળ ચાલી રહી છે. તો વળી યુક્રેને આ હુમલા પર હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.SS1MS