Western Times News

Gujarati News

૨૮મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ -૨૦૨૫ : ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ની થીમ પર યોજાયો

ભારત મંડપમ નવી દિલ્લી ખાતેયુવા દિવસની ઉજવણીમાં ગુજરાતના ૪૫ યુવાનો સહભાગી બનીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ વિકસિત ભારત અંગે પોતાના નવા વિચારો રજૂ કર્યા

વિકસિત ભારત’ની થીમ પર ક્વિઝ સ્પર્ધાનિબંધ સ્પર્ધા અને વિઝન પિચ પ્રેઝેન્ટેશનમાં રાજ્યના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો

૧૯મી સદીના મહાન વિચારક અને ફિલોસોફર ‘સ્વામી વિવેકાનંદ’ની જન્મજયંતિના સન્માનમાં ભારતમાં દર વર્ષે ૧૨મી જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યુવા દિવસની ઉજવણી ‘ભારત મંડપમ’ નવી દિલ્લી ખાતે કરવામાં આવી હતી.

‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ની થીમ પર યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતીજેમાં ભારતના ૧૫૦૦ જેટલા યુવાનો કાર્યક્રમમાં સહભાગી બનીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી  સમક્ષ પોતાના વિકસિત ભારત અંગેના વિચારો રજૂ કર્યા હતા. 

આ વર્ષે ભારત સરકારના યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ભારતભરમાં એક પ્રતિયોગીતા રાખવામાં આવી હતી,  જેમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રશ્નોતરીનિબંધ સ્પર્ધા અને વિઝન પિચ પ્રેઝેન્ટેશન સહીત વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનો પાસેથી પ્રતિભાવો માંગવામાં આવ્યા હતા.

જે અંતર્ગત કમિશનરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીગાંધીનગરદ્વારા આ વર્ષે ‘વિકસિત ભારત’ની થીમ પર ત્રણ તબક્કામાં રાજ્યભરમાં પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં ‘વિકસિત ભારત’ની થીમ પર ક્વિઝ સ્પર્ધાનિબંધ સ્પર્ધા અને વિઝન પિચ પ્રેઝેન્ટેશન યુવાનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રતિયોગિતામાં ગુજરાત માંથી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષની વયના ૮૩ હજાર ઉમેદવારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.   

ક્વિઝ સ્પર્ધા બાદ શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ‘વિકસિત ભારત ચેલેન્જ’ની ૧૦ મુખ્ય થીમ આધારીત ૧૦૦૦ શબ્દોમાં ગુજરાતીઅંગ્રેજી અને હિન્દી ભાષામાં નિબંધ લેખનની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય માંથી ૮૭૦ જેટલા ઉમેદવારોએ ઓનલાઈન નિબંધ સબમિટ કર્યા હતા.

કમિશનરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા નિબંધ સ્પર્ધા બાદ સ્ટેટ રાઉન્ડ ચેમ્પિયનશીપમાં  ‘વિઝન પિચ પ્રેઝન્ટેશન’  રાઉન્ડનું આયોજન ઇન્ડિયન ઇ્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ગાંધીનગર ખાતે ૨૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ કરવામાં આવ્યું હતું .

જેમાં ૪૫ જેટલા ગુજરાતના ઉમેદવારોને પસંદ કરીને રાજ્યકક્ષાની ટીમ બનાવવામાં આવી હતી. આ યુવાઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ તા. ૧૧ થી ૧૨મી જાન્યુઆરીએ કર્તવ્ય પથભારત મંડપમ નવી દિલ્લી ખાતેપોતાના વિચારો રજૂ કર્યા હતા.

અત્રે ઉલેખ્ખનીય છે કેરમતગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરીગાંધીનગર દ્વારા યુથ પાર્લિયામેન્ટ,  ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા જેવા યુવાનોના ઉત્કર્ષ માટે કાર્યક્રમો કરવામાં આવે છેજેમાં ગુજરાતના મોટા ભાગના યુવાનો મોટી સંખ્યામાં
જોડાય છે. 45 talented youths from Gujarat selected to participate in the National Youth Festival in New Delhi.Wishing them all the best as they showcase their skills and talents, inspiring others and contributing to the vision of a ‘Viksit Bharat’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.