Western Times News

Gujarati News

બાપુનગર સીટ પર ૨૯ ઉમેદવારો મેદાનમાં

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જાેવા મળે છે તો જાેકે વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની ૧૬ વિધાનસભા પૈકી ૧૨ ભાજપ અને ચાર બેઠક કોંગ્રેસ જીતી જે પૈકીની એક બેઠક એટલે બાપુનગર.

બાપુનગર બેઠક માટે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પર પસંદગી ઉતારી તો ભાજપે દિનેશ કુશ્વાહને મેદાને ઉતાર્યા છે. બે પરપ્રાંતિય ઉમેદવારો વચ્ચે ના જંગમાં કોણ કોના પર કેટલુ ભારે પડશે .

વર્ષ ૨૦૧૦માં થયેલા નવા સિમાંકનમાં અમદાવાદમાં બાપુનગર બેઠક અસ્તિત્વમાં આવી બાપુનગર વિધાનસભા મતવિસ્તાર એ મૂળ પરંપરાગત મતવિસ્તારમાંથી વિભાજિત થયેલો.

આ બેઠકમાં અમદાવાદ મહાનગર પાલિકાના બાપુનગર રખીયાલ દરિયાપુર અને સરસપુર વોર્ડનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૨માં ભાજપાના જગરૂપ સિંહ રાજપુત અને કોંગ્રેસના ધીરુભાઇ શયાણી વચ્ચે ટક્કર હતી ૬૪.૮૧ ટકા મતદાન થયુ હતું,

જેમાં જગરૂપ સિંહ રાજપુતને ૫૧૦૫૮ અને ધીરૂભાઇને ૪૮૪૫૫ મત મળ્યા માત્ર ૨૬૦૩ મતે જગરૂપસિંહનો વિજય થયો
વર્ષ ૨૦૧૭માં ભાજપે જગરૂપસિંહને રીપીટ કર્યા તો કોંગ્રેસે પૂર્વ મેયર હિમંત સિંહ પટેલને મેદાને ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં ૬૬.૪૨ ટકા મતદાન થયું હતું.

જેમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ૫૮૭૮૫ અને જગરૂપસિંહ રાજપુતને ૫૫૭૧૮ મત મળ્યા માત્ર ૩૦૬૭ મતથી હિંમતસિંહ નો વિજય થયો હતો.બાપુનગર વિધાનસભા બેઠકમાં રખીયાલના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને કેટલાક અમરાઇવાડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો સમાવેશ થાય છે. ભારત દેશના તમામ ખુણામાંથી લોકો અહી રોજગાર મેળવવા માટે સ્થાયી થયા જેના કારણે પરપ્રાંતિય ઓબીસી દલિત અને માઇનોરીટી સમાજ ચૂંટણીમાં નિર્ણાયક બન્યો છે.

બેઠકના જાતિગત સમિકરણની વાત કરીએ તો ૨૦૭૫૦૦ મતદારોથી બનેલી બેઠકમાં ૧૮૦૦૦ પટેલ, ૩૩૦૦૦ પર પ્રાંતિય, ૪૬૦૦૦ મુસ્લિમ, ૩૫૦૦૦ દલિત ૬૫૦૦૦ ઓબીસી ૨૫૦૦ વણીક , ૭૦૦૦ બ્રાહ્મણ અને ૪૦૦૦ અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રધાનમંત્રીના ચહેરા, રાષ્ટ્રવાદ સર્જીકલ સ્ટ્રાઇક તથા આતંકવાદના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે. તેમનો દાવો છે કે આ જંગમાં તેમનો વિજય થશે.વર્તમાન ચૂંટણીમાં બાપુનગર બેઠક એટલા માટે ચર્ચામાં છે કેમ કે ત્યાં અમદાવાદની તમામ બેઠકો પૈકી સૌથી વધારે ઉમેદવાર છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષ તથા અપક્ષ મળી કુલ ૨૯ ઉમેદવારો મેદાને છે. જે કોઇ પણ પાર્ટીના હાર અને જીતના ગણિતને ફેરવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.