મ્યુનિ. શાળાની ર૯ હજાર વિદ્યાર્થિની સેલ્ફ ડીફેન્સ ટ્રેનિંગ લઈ સજ્જ થશે
‘રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા’ પ્રશિક્ષણ હેઠળ ૩૩૧ શાળાની વિદ્યાર્થિનીઓને તાલીમ
(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ સ્કુલ બોર્ડમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને હવે સેલ્ફ ડીેફેન્સ ટ્રેનિંગ અપાઈ રહી છે. જે હેઠળ વિદ્યાર્થિનીને પેંચીંગ, બ્લોકીંગ, રેસલીંગ, કરાટે, જુડો ઉપરાંત આર્ચરની તાલીમનો પણ સમાવેશ થાય છે.
આજના બદલાતા જતાં સમયમાં વિદ્યાર્થિની અબળાને બદલે સબળા બને તે ખાસ જરૂરી બન્યુ છે. હવે નાની ઉંમરની કન્યાની છેડતીના કેસ પણ ચિંતાજનક રીતે વધવા લાગ્યા છે. એવા સંજાેગોમાં આવારા તત્ત્વો સામે કન્યાઓ સ્વરક્ષણ કરી શકે એ બહુ અગત્યનું છે.
આ માટેે મ્યુનિસિપલ સ્કુલ બોર્ડના સતાવાળાઓએ ખાસ ગંભીરતાથી પ્રયાસો હાથ ધર્યા છે. તંત્રે વિદ્યાર્થિનીે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા’ પ્રશિક્ષણ હેઠળ સ્વરક્ષણ હેેતુની વિવિધ તાલીમ આપવાની શરૂઆત કરી છે.
આ માટે મ્યુનિસિપલ સ્કુલ બોર્ડની ઉચ્ચ માધ્યમિકની ૩૩૧ શાળા અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બે શાળા મળીને કુલ ૩૩૧ શાળાની ધો.૬ થ ૧રની વિદ્યાર્થિનીઓને પસંદ કરાઈ છે.
મ્યુનિસિપલ સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડો.એલ.ડી.દેસાઈ કહે છે કે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા’ પ્રશિક્ષણ અંતર્ગત આંંબાવાડી ની કા-કૂડો નિકોલ માર્શલ આર્ટસ સાયન્સ એસોસીએશન નામની એજન્સી નક્કી કરાઈ છે. આ એજન્સીએ તંત્રના ધારાધોરણો મુજબ જ વિદ્યાર્થિનીઓને પોતાની સુરક્ષા હેતુ તાલીમ આપવાની રહેશે. તાલીમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થિનીનેે પ્રમાણ પત્ર આપવામાં આવશે.
જાે કે એજન્સીએ સેલ્ફ ડીફેેન્સની તાલીમ પૂર્ણ કરી છે એ અંગે શાળાના આચાર્યનું પ્રમાણ પત્ર લેવાનું રહેશે. અને તેના આધારે જ એજન્સીને ખર્ચનું ચુકવણું કરાશે એમ જણાવતા મ્યુનિસિપલ સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડો.દેસાઈ વધુમાં કહે છે કે મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતી ર૯ હજાર વિદ્યાર્થિનીનેે આ તાલીમનો લાભ મળશે.
સેલ્ફ ડીફેન્સ તાલીમ હેઠળ તમામ શાળાને રૂા.૧ર હજારની ગ્રાંટ ફાળવવામાં આવી છે. આ તાલીમનું મોનિટરીંગ રાજ્ય અને મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાની કમિટી દ્વારા કરવામાં આવશે.