અમદાવાદમાં 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઈન્ડિયન પ્લમ્બિંગ એસોશિયેશન દ્વારા ‘Net Zero Water in Built Environment’ના વિષય પર અમદાવાદ ખાતે આયોજિત 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો રાજ્યના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, IPA ના પદાધિકારીશ્રીઓ, પ્લમ્બિંગ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીનો પ્રસાદની જેમ ઉપયોગ કરવાના આપેલ સંદેશનો સંદર્ભ આપીને મુખ્યમંત્રીશ્રીએ પાણી સહિતના તમામ કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવાની દિશામાં કાર્ય કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો.
તેમણે ગુજરાત સરકાર દ્વારા વોટર મેનેજમેન્ટની દિશામાં લેવાયેલ વિવિધ પહેલનો ઉલ્લેખ કરીને આ પ્લમ્બિંગ કોન્ફરન્સ ‘સેવ વોટર’ અને ‘સિસ્ટેમેટિક પ્લમ્બિંગ’નું આયોજન રાજ્યમાં સુનિશ્ચિત કરશે
તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે દેશમાં વોટર સપ્લાય સિસ્ટમ, સેવેજ નેટવર્ક, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ અન્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહાનુભાવોને IPA Lifetime Achievement Award સહિતના વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.