સુરેન્દ્રનગરના ત્રણ તાલુકામાંથી 3.50 કરોડની ખનીજચોરી ઝડપાઈ
ર૭ ટ્રેક્ટર ડીઝલ કેમ્પ્રેશ સાથે, પ લોડર, ૧ જેસીબી, ૪૭ ચરખી મશીન, ૪ ડીઝલ પંપ, ૩ ટી.સી. પકડાયા
વઢવાણ, સુરન્દ્રનગર જીલ્લાના થાન, મૂળી, ચોટીલા, સાયલા પંથકના ભૂગર્ભ જમીનમાંથી ખનીજ મળી આવે છે. ખનીજ માફીયાઓ દ્વારા બેફામ રીતે ખનીજ ચોરી કરી અને કરોડો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવી રહી છે ત્યારે આ જ મામલેેે જીલ્લાના થાન મૂળી ચોટીલા સાયલા પંથકમાં ખનિજ ચોરી .પર દરોડો પાડવામાં આવ્યા છે. અને રૂા.૩.પ૦ કરોડની ખનિજ ચોરી ઝડપી લઈ અને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જીલ્લા કલકેટરના આદેશ અને માર્ગદર્શન હંઠળ ફલાંઈંગ સ્કવોડ, ગાંધીનગરની ૪ ટીમ તેમજ જીલ્લા પોલીસની ટીમ, એસડીઅ મામલતદાર તથા રેવન્યુ, ભૂસ્તર શાસ્ત્રીની ટીમ, પીજીવીસીએલ, ફોરેસ્ટ, પંચાયત તથા આરટીઓની સંયુક્ત કામગીરી હેઠળ ચોટીલા અને સાયલા તાલુકાના થાનગઢ,
રૂપાવટી, જામવડી, સોનગઢ, કહાનવડી, ચોરવીરા, વાગડીયા, દેવધરા વગેરેેેે ગામોમાં કાર્બાેેસેલ ખનિજના બિનઅધિકૃત ખનન બાબતેેેે આકસ્મિક તપાસ હાથ ધરતાં ર૭ ટ્રેક્ટર ડીઝલ કોમ્પ્રેશર સાથે પ લોડર, ૧ જેસીબી, ૪૭ ચરખી મશીનો તથા ૪ ડીઝલ પંપ, ૩ ટી.સી., પકડી પાડવામાં આવ્યા હતા. કુલ મળીને અંદાજીત ૩.પ૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીથી ખનિજ માફીયાઓ ભૂગર્મમાં ઉતરી ગયા છે. આ મામલે હજુ કાર્યવાહી ચાલુ હોવાનું તંત્ર પાસેથી જાણવા મળી રહ્યુ છે. સુરેન્દ્રનગર જીલ્લાના ઈતિહાસમાં સૌથી મોટી રેડ પાડવામાં આવી છે. જેમાં અલગ અલગ ૩૦ જેટલી ટીમો બનાવી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ત્યારે બીજી બાજુ જે સ્થળેથી કાર્બોસેલ અથવા તો ખનિજ ચોરીનો વહીવટ થતો હતો એવીબે હોટલો પર પણ તંત્ર દ્વારા રેડ પાડવામાં આવી હતી. હાલની પરિસ્થિતિ મુજબ જે કાર્બોસેલના ખાડા હતા તે બુરી દેવામાં આવ્યા છે અને મોટી કાર્યવાહી હાથ ધરવામાંઅ ાવી છે. જાે કે આ મામલે એક પણ ખનિજ માફીયા પોલીસના હાથમાં આવ્યા નથી.એ મોટી વાત કહેવાય કે આટલા માફિયાઓમાંથી એક પણ પોલીસને હાથ ન લાગ્યો!?