સોશ્યલ મીડિયાથી યુવતીનો નંબર મેળવી મિત્રતા કરી બ્લેક મેઈલીંગથી 3.75 લાખ પડાવનાર ઝડપાયો
ધરમપુરની યુવતિને બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવ્યા
(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્તારમાં રહેતી એક યુવતીને રાજસ્થાની યુવકે સોશ્યલ મીડિયાના મધ્યમથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી મિત્રતા કેળવી હતી. સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવતીનો નંબર મેળવી મિત્રતા કેળવી હતી. વીડિયો કોલ વડે યુવતીના બિભસ્ત વિડીયો અને ફોટાના સ્ક્રીન શોર્ટ લઈ લીધા હતા.
યુવતી સાથે અંગત પળોના વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન રાજસ્થાની યુવકે ૩.૭૫ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. યુવકની ડિમાન્ડ વધતા સજાગ બનેલી યુવતીએ ધરમપુર પોલીસ મથકે રાજસ્થાની યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ધરમપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે રાજસ્થાની યુવકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રહેતી એક યુવતીને વર્ષ ૨૦૨૦માં તેના સોશ્યલ મીડિયામાં રાજસ્થાનના વર્ધારામ ઉર્ફે વિક્રમ જલારામ સોલંકી નામના યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે રિકવેસ્ટ ધરમપુરની યુવતીએ સ્વીકારી હતી. ચાલાક યુવકે વાતો વાતોમાં યુવતીનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો હતો.
અને યુવતીનો મોબાઈલ નંબર જાણી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવતીને વીડિયો કોલ કરી યુવતીની અંગત પળોના વીડિયો સ્ક્રીન રેકોર્ડ અને યુવતીના બિભત્સ ફોટાના સ્ક્રીન શોર્ટ લઈ લીધા હતા. યુવતીને વિક્રમે ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી રૂપિયાની માંગણી કરી હતી.
યુવતીએ સમાજમાં બદનામીની બીકે વર્ષ ૨૦૨૦થી વર્ષ ૨૦૨૩ સુધીમાં યુવતી કુલ ૩.૭૫ લાખ રૂપિયા યુવકને આપી ચુકી હતી. તેમ છત્તા યુવકની ડિમાન્ડ વધતા યુવકના બદ ઇરાદાઓ પારખી ગાયેલી યુવતીએ તાત્કાલિક ધરમપુર પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ધરમપુર પોલીસે રાજસ્થાનથી વર્ધારામ ઉર્ફે વિક્રમ જલારામ સોલંકીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.