Western Times News

Gujarati News

ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે ૩.૯૧ કરોડની છેતરપિંડી

અમદાવાદ, શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. સામાન્ય લોકોથી માંડીને વેપારીઓ અને બિઝનેસ મેન સાથે થતી ઠગાઈના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે શહેરમાં વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે ૩.૯૧ કરોડ લઈને પરત નહીં આપી વિશ્વાસઘાત કરીને ઠગાઈ આચરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ધવલ પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઓર્થોપેડિક ડોક્ટર તરીકે કામ કરે છે.આજથી દોઢેક વર્ષ પહેલા જૈમિન પટેલ સાથે મારી મુલાકાત સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીજી દ્વારા થઈ હતી.

આ મુલાકાત બાદ અમારી વચ્ચે સારી મિત્રતા થઈ હતી. જૈમિન સાથે તેની પત્નિ અંકીતા પટેલ પણ અવારનવાર મને મળી મોટી મોટી વાતો કરીને લોભામણી સ્કીમો બતાવતા હતા. ત્યારબાદ ઓક્ટોબર-૨૦૨૨ માં જૈમિન તથા અંકીતાએ મને તેઓની ઓફીસ ખાતે મળવા માટે તેમજ અન્ય વાતચીત કરવા માટે બોલાવતા હું તેઓની ઓફીસે ગયો હતો.

અંકીતા તથા જૈમિને મને તેઓ અર્બન ગુજરાતી અને અન્ય શોર્ટ ફિલ્મ્સ બનાવે છે અને આ પ્રોપરાયટર ફર્મમાં ફિલ્મ્સને પ્રોડયુસ કરવા તેમજ પુરી ફિલ્મ બનાવવા માટે ઈન્વેસ્ટમેન્ટની જરૂર પડેલ છે. જેથી તમે ઇન્વેસ્ટ કરી પાર્ટનર બનવા માંગતા હોય તો પાર્ટનર પણ બની શકો છો અને આ ફિલ્મ્સમાં ઇન્વેસ્ટ કરશો તો તમને ફિલ્મ્સના રેવન્યુ માં ૧૦%નો ભાગ આપવામાં આવશે.

આ બધું કાયદાકીય રીતે કરાર કરીને કરવામાં આવશે. આવનારા ૧૦ મહિનામાં તમે લોકો જે રકમ ઈન્વેસ્ટ કરશો તે ૧૦% રેવન્યુ સાથે પાછી આપવામાં આવશે તેવુ જણાવ્યું હતું. પરંતુ ધવલ તથા બીજા હાજર માણસોએ શરૂઆતમાં તો ઈન્વેસ્ટ કરવાની ના પાડી દીધી હતી.

પરંતુ તેઓએ અમને ઘણો ફોર્સ કરી રેવન્યુ આપવાની લાલચ આપતા અમે વિચારવા માટે સમય માંગ્યો હતો અને તે પછી આશરે એકાદ અઠવાડિયા બાદ અંકીતા સાથે સંપર્ક થતા તેઓએ મને ઈન્વેસ્ટમેન્ટ કરવા ફરીથી વાતચીત કરેલ. જેથી મે તેઓને કેટલા રૂપિયાની જરૂરિયાત છે? તેવુ પુછતા તેઓએ આશરે રૂપિયા ત્રણ કરોડની જરૂરીયાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.