ત્રણ બેંક ખાતાં રાખવા પડશે હવે ડેવલપર્સે પ્રોજેકટ માટે: RERAનો નવો નિયમ 1લી જાન્યુ.થી લાગુ
નવા નિયમો ૧ જાન્યુઆરી ર૦રપથી લાગું
(એજન્સી)અમદાવાદ, નવા વર્ષમાં ડેવલપર્સ માટે નવા નિયમો આવી રહયા છે. નાણાકીય વ્યવહારોમાં પારદર્શીતા રાખવા માટે જ તે પ્રોજેકટ માટે ત્રણ બેંક એકાઉન્ટ રાખવા પડશે. ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી ગુજરેરા દ્વારા આ નિયમને ૧ જાન્યુઆરી, ર૦રપથી અમલી બનાવવામાં આવશે. જે અનુસાર હાલમાં ચાલુ હોય તેવા પ્રોજેકટસે આ નિયમ અનુસાર થ્રી ટીયર એકાઉન્ટ સીસ્ટમમાં સ્થળાંતરીત થવું પડશે.
ઓથોરીટીએ તમામ બેકોને આપેલા આદેશ અનુસાર તેમણે જેમાં ગ્રાહકો દ્વારા સમગ્ર રકમ ચુકવવામાં આવે છે. તેવા રેરા કલેકશન બેક એકાઉન્ટ માટે ચેક બુક અને ડેબીટ કાર્ડઝ જારી કરવામાં નિયંત્રણ રાખવું પડશે.
ગુજરેરા દ્વારા તાજેતરમાં જારી કરાયેલી ગુજરાત રેરા બેક એકાઉન્ટ માર્ગદર્શીકાઓ ર૦રપ અનુસાર ડેવલપર્સે વેચાણ દસ્તાવેજ અનુસાર ફાળવણીદારો પાસેથી રકમ મેળવવા માટે રેરા કલેકશન બેક એકાઉન્ટ રાખવુ પડશે, જેમાં સવલતો અને અન્ય ચાર્જીસનો સમાવેશ થાય છે. પરંતુ પાસ-થ્રુ ચાર્જીસ અને પરોક્ષ કોરોના સમાવેશ થતો નથી.
જયારે બીજુ એકાઉન્ટ રેરા રીટેન્શન બેક એકાઉન્ટ હશે, જે એવું એક અલગ અલગ એકાઉન્ટ હશે. જેમાં ૭૦ ટકા રકમ રેરા કલેકશન બેક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. આ રકમ બાંધકામ ખર્ચ અને જમીનની કિમતને સંપૂર્ણ રીરતે આવરી લેશે
જયારે ત્રીજું એકાઉન્ટ રેરા ટ્રાન્ઝેકશન બેક એકાઉન્ટ રહેશે જેને પ્રમોટર દ્વારા રેરા કલેકશન બેક એકાઉન્ટમાં મેળવવામાં કુલ કલેકશનના ૩૦% સુધીની રકમ ટ્રાન્સફર કરવાની રહેશે. આ એકાઉન્ટનો બાંધકામ અને જમીનની કિમત ઉપરાંતના ખર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
ગુજરેરાના સુત્રોના જણાવ્યા અનુસાર જો ડેવલપર્સ રેરા રીટેશન એકાઉન્ટમાંથી ઉપાડ કરવો હશે તો તેના માટે ફોર્મ ૧ આર્કીટેકટનું સટીફીકેટ ફોર્મ -ર એન્જીનીયરનીં સર્ટીફીકેટ અને ફોર્મ ૩ સીએનું સર્ટીફીકેટ ગુજરેરાની પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. ઉપરાંત જે ડેવલપર્સ કે પ્રમોટરો ગુજરાત બહારની શાખાઓમાં રેરા એકાઉન્ટ ધરાવતા હોય તેમણે રાજયમાં સંચાલીત શાખામાં પોતાના એકાઉન્ટ ટ્રાન્સફર કરાવવાના રહેશે.