કેનેડાની ૩ નગરપાલિકા ૨૨ જાન્યુ.એ અયોધ્યા રામ મંદિર દિવસ ઉજવશે
ટોરેન્ટો, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય નિર્માણાધીન મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે અને આ મહોત્સવને લઈને દેશ વિદેશમાં વસતા હિન્દુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે ત્યારે ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદો વચ્ચે કેનેડાએ આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એવો ર્નિણય કર્યો છે કે જેનાથી ભારતીયોના દિલ ખુશ થઈ જશે. કેનેડાની ૩ નગરપાલિકાઓએ ૨૨ જાન્યુઆરીને “અયોધ્યા રામ મંદિર દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.
ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાની ત્રણ નગરપાલિકાએ અયોધ્યાના રામ મંદિરમાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જે ર્નિણય કર્યો છે તેનાથી બધાને ચોંકાવી દીધા છે.
કેનેડાની ત્રણ નગરપાલિકાઓએ ૨૨મી જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસને “અયોધ્યા રામ મંદિર દિવસ”ને ચિહ્નિત કરવા ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં મોટા હોર્ડિગ પણ લગાવાયા છે જેમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં રામ મંદિરમાં ૨૨મી જાન્યુઆરીએ રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ થશે.
કેનેડાની આ ત્રણેય નગરપાલિકાઓએ સોમવારે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને માન્યતા આપતા આ જાહેરાનામું બહાર પાડ્યું છે. હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ અરુણેશ ગિરિએ જણાવ્યું હતું કે વિશ્વ જૈન સંગઠન કેનેડા (વીજેએસસી)ની સાથે બ્રેમ્પટન, ઓકવિલે અને બ્રાન્ટફોર્ડે ૨૨મી જાન્યુઆરીએ “અયોધ્યા રામ મંદિર દિવસ” તરીકે ઉજવવાની આ જાહેરાત કરી છે. આ ઉપરાંત મિલ્ટનના મેયર તરફથી પણ શુભેચ્છા સંદેશ મોકલવામાં આવ્યો છે. SS2SS