રામ મંદિર નિર્માણ માટે ૩ મુગટ જગન્નાથ મંદિર દ્વારા તૈયાર કરાયા
જગન્નાથ મંદિર દ્વારા ૩ ખાસ મુગટ રામ મંદિરને અર્પણ કરાશે-અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલ સરળ અને શાંતિપૂર્ણ રથયાત્રાને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે
અમદાવાદ, શહેરના જગન્નાથ મંદિર દ્વારા રામ મંદિરને ખાસ મુગટ આપવામાં આવશે. જગન્નાથ મંદિર અમદાવાદના ટ્રસ્ટિ મહેન્દ્ર ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રામ મંદિર નિર્માણ માટે ખાસ ૩ મુગટ અમારા દ્વારા તૈયાર કરાયા છે.
આ મુગટોને ટૂંક સમયમાં અયોધ્યા મોકલવામાં આવશે. જાેકે તેમણે એ નહોતુ જણાવ્યું કે મુગટ મંદિરના ઘરેણાનો ભાગ હશે કે પછી ભેટ તરીકે મોકલવામાં આવશે. ૧૪૬મી રથયાત્રા ૨૦ જૂને પરંપરાગત રૂટ પર ત્રણ રથ, આઠ હાથી, ૧૦૧ ટ્રક, ૩૦ અખાડા, ૧૮ ભજન ગ્રુપ અને ત્રણ મ્યુઝિકલ બેન્ડ સાથે નીકળવાની છે.
મહેન્દ્ર ઝાએ મીડિયાને જણાવ્યું કે આ બીજી રથયાત્રા હશે જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે. આની સાથે મંત્રીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રાની સવારે મંગળા આરતી કરશે. આ વર્ષે દેવી-દેવતાઓ માટે નવા રથ કાઢવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટિએ વધુમાં કહ્યું કે રંગ યોજના અને ડિઝાઇન પુરી રથયાત્રાના રથથી પ્રેરિત છે.
૮૫ લાખ રૂપિયામાં બનેલા આ રથ અગાઉના રથની સરખામણીમાં ઊંચા અને પહોળા રહેશે. પોલીસનું માનવું છે કે આ પહેલ પોલીસ અને અખાડા કુસ્તીબાજાે વચ્ચે વિશ્વાસ વધારવામાં મદદ કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલ સરળ અને શાંતિપૂર્ણ રથયાત્રાને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
આની સાથે જ કુસ્તીબાજાેને ઉશ્કેરણીજનક વર્તણૂક અથવા બિનજરૂરી ઘર્ષણથી દૂર કરવામાં આવશે, જે સાંપ્રદાયિક તણાવ તરફ દોરી શકે છે. આની સાથે જ પોલીસ દ્વારા શાંતિપૂર્ણ રથયાત્રાનું આયોજન થાય એની વ્યવસ્થા હાથ ધરાઈ છે.
ડ્ઢઝ્રઁ ઝોન ૨ જયદીપસિંહ જાડેજાએ આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે તેઓએ શાહપુર, કરંજ અને માધવપુરા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આત્મવિશ્વાસ વધારવા માટે વિદ્યાર્થીઓને સ્ટેશનરીનું પણ વિતરણ કર્યું છે. જાડેજાએ ત્યારપછી જણાવ્યું હતું કે પોલીસે બંદોબસ્ત માટે પોલીસના મિત્રો અથવા સ્વયંસેવકોને પણ તૈનાત કરી રાખ્યા છે.
જેઓ તેમના વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે એ વાતને સુનિશ્ચિત કરશે. તેમને કહ્યું કે આ કામગીરીમાં લગભગ ૮૦૦ સ્વયંસેવકો અને ૩૮૦ હિંદુ અને મુસ્લિમ સમુદાયની મહિલાઓ ભાગ લેશે. આ લોકો પોલીસને તમામ પ્રકારની મદદ કરશે. પકડાયેલા આતંકવાદીઓ તેમના હેન્ડલર અબુ હમઝાની મદદથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સમાં સામેલ થવા માટે દરિયાઈ માર્ગે ભાગી જવાના હતા.
તેમની પાસેથી સામગ્રી અને છરી વગેરે પણ મળી આવ્યા છે. સુરતની આ શંકાસ્પદ મહિલા સુમાયરા બાનોને લઈને છ્જીની ટીમ પોરબંદર પહોંચી છે. બપોર સુધીમાં સમગ્ર કેસની માહિતી જાહેર કરી શકે છે. ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓ કાશ્મીરી છે,
જેમના નામ ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ અને મોહમ્મદ હાજીમ શાહ છે. આ ઉપરાંત એટીએસે સુરતની રહેવાસી સુમૈરા બાનો મોહમ્મદ હનીફ મલેકની ધરપકડ કરી છે જ્યારે સુરતના ઝુબેર અહમદ મુનશીની શોધખોળ ચાલુ છે.