Western Times News

Gujarati News

૩ દિવસનું બાળક ચાલવાની કોશિશ કરવા લાગ્યું

નવી દિલ્હી, આમ તો બાળકો ૬-૮ મહિનામાં બેસવાનું અથવા ઘુંટણીયે ચાલવાનું શરુ કરી દેતા હોય છે. પણ હાલના દિવસોમાં એક બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ફક્ત ૩ દિવસનું છે, જે ઘુંટણના બળે ચાલવાની કોશિશ કરી રહ્યું છે. નવાઈ વાત એ છે કે, આ કિસ્સો અમેરિકાના પેંસિલવેનિયાનો છે, જ્યાં એક માતાએ ત્યારે નવાઈ લાગી જ્યારે તેની બાળકી જન્મીને ૩ દિવસમાં આ પ્રકારની હરકત કરવા લાગી. પરિવારમાં આ જાેઈને ખુશીનો માહોલ ફેલાયો છે.

બાળકની માતા સામંથા મિટશેલે તરત તેનો વીડિયો બનાવ્યો કેમ કે આ અનમોલ ક્ષણ જીવનભર કેદ કરી રાખવા માગતી હતી. ડેલી મેલ સાથે વાત કરતા સામંથાએ કહ્યું કે, મેં આવું પહેલા ક્યારેય જાેયું નથી. હું તો જાેઈને હેરાન થઈ ગઈ હતી કે ત્રણ દિવસનું બાળક પોતાના શરીરને પણ સંભાળી શકતું નથી, એવા સમયે ચાલવાની કોશિશ કરે.

મેં જેવું તેનું માથુ પકડવાની કોશિશ કરી, તો ઊભી થવા લાગી. મારી માતા મારી સાથે હતી. તે પણ હેરાન થઈ ગઈ. તેણે પણ આવું ક્યારેય નથી જાેયું. માએ કહ્યું કે, તેને તરત રેકોર્ડ કરી લો.

નહીંતર કોઈ આપણી વાત માનશે નહીં. સામંથાએ કહ્યું કે, તે સમયે અમે હોસ્પિટલમાં હતા અને મેં જાેયું કે, તે પોતાના બિસ્તર પર માથુ ઉંચકીને ચાલવાની કોશિશ કરવા લાગી. તેનું માથુ નીચે નહોતું પડતું. તે ખૂબ જ સંભાળીને ચાલવાની કોશિશ કરતી હતી.

મેં મારી જિંદગીમાં મોટા ભાગે બેબીસિટર તરીકે કામ કર્યું છે અને બાળકોની સાથે ૨૦ વર્ષથી વધારે સમય વિતાવ્યો છે. મેં ક્યારેય આ પ્રકારની વસ્તુઓ જાેઈ નથી. આ ચમત્કાર જેવું છે. જાે મેં આ બધું રેકોર્ડ ન કર્યું હોત તો, સાચે જ કોઈ મારી વાત માનત નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.