Western Times News

Gujarati News

સાળા-બનેવી પ્રતિબંધિત ડ્રગ્સ અને તેનું રો-મટીરીયલ મુંબઈથી સુરત લાવતાં હતા

પ્રતિકાત્મક

૩ પેડલર્સ પાસેથી 10 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

સુરત, સુરત શહેર પોલીસનો ડ્રગ્સ ઇન સીટી અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત અવાર-નવાર ડ્રગ્સની હેરાફેરી કરતા કે ડ્રગ્સ માફિયાઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત સુરતમાંથી ૧૦ લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.

મળતી માહિતી મુજબ, સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ પેડલરોને પકડવા માટે ૨ આૅપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી ૧૦ લાખની કિંમતનું ડ્રગ્સના જથ્થા સાથે ૩ પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ૮૦.૧૪૦ ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કરાયું છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા બે આરોપી સાળા-બનેવી હોવાનું સામે આવ્યું છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતમાં ૧૦ લાખ ના એમડી ડ્રગ્સ મામલે ક્રાઈમ બ્રાંચે રાંદેર ટાઉન વિસ્તારમાંથી ૩ને દબોચી લીધા છે. આ ત્રણ પૈકીના બે સાળા બનેવી નીકળ્યા છે. આરોપી પેડલર ફહદ સઈદ શેખ, સાહીલ અલ્તાફ સૈયદ અને સોહાન હજીફુલ્લાખાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ૮૦.૧૪૦ ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કરાયું છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે સૌપ્રથમ એમ.ડી ડ્રગ્સ સાથે આરોપી ફહદ અને સાહીલની ધરપકડ કરી હતી. પોલીસે સોહાનને પણ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે પકડ્‌યો છે. આરોપી સોહાન પાસેથી ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો-મટીરીયલ મળ્યું છે. મેગ્નેશીયમ સલ્ફેટનો જથ્થો પણ મળી આવ્યો છે. સોહાન પ્રતિબંધિત ડ્રગ્સ અને ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો-મટીરીયલ ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મુંબઈથી લાવ્યો હતો.

આરોપી સાહીલ અગાઉ વર્ષ ૨૦૧૯માં પોતાના કાકાની હત્યા કરી હતી. સાહિલ ૬ મહિના સુધી જેલમાં પણ હતો. આરોપી ફહદ શેખ તથા સાહિલ સૈયદ સાળો-બનેવી હોવાનું સામે આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.