Western Times News

Gujarati News

દ્વારકામાં ટોલબૂથ પર બબાલ થતાં 2 મહિલા સહિત ૩ કર્મચારી ઘાયલ

દ્વારકા, ટોલબૂથો પર રૂપિયા ભરવા સહિતની સામાન્ય બાબતો પર બબાલ થતી જતી હોય છે. આવી જ વધુ એક ઘટના દ્વારકા ટોલબૂથ પર બની છે. અહીં ટોલ ભરવાની બાબતે થયેલી બબાલ અચાનક એટલી ઉગ્ર બની ગઈ કે ટોળાએ ટોલબૂથના કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. 3 employees including 2 women were injured due to a scuffle at the toll booth

આ હુમલામાં મહિલા કર્મચારી પણ ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે મોકલીને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખંભાળિયા પાસે આવેલા ટોલ નાકા પર ટોલ ભરવા મુદ્દે બોલાચાલી થયા પછી મામલો ઉગ્ર બન્યો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.

આ બબાલમાં વાહનમાં સવાર ૧૫ જેટલા લોકોએ ટોલબૂથના કર્મચારીઓ પર પાઈપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. ટોલબૂથ પર થયેલી બબાલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક વ્યક્તિને એક ટોળું ખેંચીને લઈને જાય છે અને પછી માર મારવાનું શરુ કરે છે.

આ દરમિયાન બે મહિલા કર્મચારીઓ પોતાના સાથી કર્મચારીને બચાવવા તથા મામલાને શાંત પાડવા માટે વચ્ચે પડે છે. આ દરમિયાન ટોળું આવેશમાં આવીને મહિલા કર્મચારીઓ પર પણ હુમલો કરી દે છે.

હુમલામાં ઘાયલ થયેલા ટોલબૂથના ત્રણ કર્મચારીઓને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના બે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એકમાં દેખાય છે કે કેટલાક લોકો મહિલા કર્મચારીઓ કે જેઓ મામલાને શાંત પાડવા માટે વચ્ચે પડે છે તેમને ઢોર માર મારવામાં આવે છે.

આ પછી એક અન્ય સીસીટીવી વીડિયો છે જેમાં એક ટોળું રસ્તા પર આમથી તેમ ભાગતું દેખાય છે અને તેમાંથી કેટલાકના હાથમાં પાઈપ જેવી વસ્તુ છે અને તેનો ઉપયોગ કરીને લોકોને મારવામાં આવી રહી છે. આ ઘટનામાં મામલો ટોલ ટેક્સ ભરવાની બાબતે બોલાચાલી બાદ મારામારી સુધી પહોંચી ગયો હતો.

જાેકે, ચોક્કસ કારણ શું છે તે તપાસ બાદ સામે આવશે. આ અંગે ત્યાના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે રવિવારે સાંજે અલગ-અલગ વાહનો સાથે હતા અને ટોલ ચૂકવાવ મુદ્દે ઝઘડો થતા ટોળાએ મહિલા કર્મચારીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું.

ઘાયલ થયેલા કર્મચારીઓને જામનગરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું ટોલ પ્લાઝાના અન્ય કર્મચારીએ જણાવ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા પણ જરુરી કાર્યવાહી કરીને ગુનેગારોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.