સાચી લવ સ્ટોરી પર બની એક જ નામની ૩ ફિલ્મો
મુંબઈ, હાશિમ શામની પ્રખ્યાત વાર્તા – ‘સોહની મહિવાલ’ પ્રેમની એક સત્ય ઘટના છે, જે ફિલ્મ નિર્માતાઓને એટલી પસંદ આવી હતી કે અલગ-અલગ યુગમાં એક જ નામ સાથે ૩ ફિલ્મો રિલીઝ થઈ હતી, પરંતુ સની દેઓલ અને પૂનમ સૌથી વધુ લોકપ્રિય થયા હતા.
ધિલ્લોનની ૧૯૮૪માં આવેલી ફિલ્મ ‘સોહની મહિવાલ.’ ફિલ્મની વાર્તાની સાથે જ આશા ભોંસલેના અવાજમાં આવેલું સુંદર ગીત ‘બોલ દો મીઠે બોલ સોહનીયે’ ખૂબ જ લોકપ્રિય થયું હતું. સિંગર અનુપમા દેશપાંડેને ‘સોહની ચિનાબ દી’ ગીત માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો, પરંતુ સની દેઓલને આ ફિલ્મથી વધુ ફાયદો થયો હતો.
તે મહિવાલના રોલમાં ફેમસ થયો હતો. સની દેઓલને બોલિવૂડમાં પ્રવેશ કર્યાને લગભગ એક વર્ષ વીતી ગયું હતું, પરંતુ ‘સોહની મહિવાલ’માં પૂનમ ધિલ્લોન સાથેના તેમના યાદગાર અભિનયએ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા.
‘સોહની મહિવાલ બોક્સ ઓફિસ પરથી લગભગ ૭.૨૦ કરોડ રૂપિયાનું કલેક્શન કરીને સુપરહિટ બની હતી. સોહની મહિવાલ’ નામની પહેલી ફિલ્મ ૧૯૪૬માં રિલીઝ થઈ હતી, જેનું નિર્દેશન ઈશ્વર લાલે જ કર્યું હતું એટલું જ નહીં, તેમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી.
બેગમ પારા સોહનીના રોલમાં હતી. ફિલ્મમાં કુલ ૧૧ ગીતો છે, જેમાંથી મોટા ભાગના ગીતો ઝોહરાબાઈએ ગાયા હતા. સોહની મહિવાલ’ નામની બીજી ફિલ્મ ૧૯૫૮માં આવી, જેમાં ભારત ભૂષણ અને નિમ્મી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું નિર્દેશન રાજા નવાથેએ કર્યું હતું. આ ફિલ્મમાં કુલ ૧૩ ગીતો છે, જે લતા મંગેશકર, મોહબ્બત રફી અને મહેન્દ્ર કપૂરે ગાયા છે.SS1MS