Western Times News

Gujarati News

મુંબઈમાં ૪૮ કલાક ભારે વરસાદની આગાહી, પશ્ચિમ અને દક્ષિણમાં ધોધમાર વરસાદ

મુંબઈ, દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ભારે પૂર આવ્યા હતા, અને પરિસ્થિતિ વણસી હતી. ત્યારે આ વચ્ચે મહારાષ્ટ્રમાંથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે.

જેમાં હવામાન ખાતાએ આગાહી કરી છે કે મુંબઇમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. સોમવારે રાતે પૂર્વનાં અને પશ્ચિમનાં પરામાં વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસશે.

દરમિયાન બાંદ્રા સી લીન્ક, મહાલક્ષ્મી, દક્ષિણ મુંબઇના ગામડિયા જંક્શન વગેરે વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. મુશળધાર વર્ષાને કારણે આ બધા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં.પરિણામે વાહન વ્યવહાર બહુ મંદ ગતિએ આગળ વધ્યો હતો.

ભારે વરસાદથી સાંતાક્રૂઝના મિલન સબ વે માં અને અંધેરીના સબવે માં પાણી ભરાઇ ગયાં હોવાથી સબવેનો વાહન વ્યવહાર બંધ કરીને એસ.વી. રોડ પર વાળવામાં આવ્યો હતો. ઉપરાંત, જાેગેશ્વરીમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયાં હતાં.

કોલાબામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૨.૮ મિ,મિ.,અને સાંતાક્રૂઝમાં ૬૨.૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. રાત્રિના ૮-૩૦ દરમિયાન કોલાબામાં ૧૮.૬ મિ.મિ. અને સાંતાક્રૂઝમાં ૨૪.૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે.કોલાબામાં દિવસ સુધીમાં ૧૦૫૯.૬ મિ.મિ.(૪૨.૩૮ ઇંચ) જ્યારે સાંતાક્રૂઝમાં ૧૧૭૭.૮ મિ.મિ.( ૪૭.૧૧ ઇંચ ) જેટલો વરસાદ નોંધાયો છે.

બીજી બાજુ છેલ્લા ૨૪ કલાક દરમિયાન નાશિક જિલ્લાનાં પીંપળગાંવમાં ૧૩૭.૮ મિ.મિ., સતનાબગલાન-૭૫.૬, સુરગાણા, ૧૫૯.૪, યેવલા-૩૭.૦, દીંડોરી-૧૦૪, ત્ર્યંબકેશ્વર-૧૭૪, ઇગતપુરી-૧૮૮,કલવાન-૯૫, પેઠ-૩૨૫ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.