કેમિકલ કંપનીના MD સહિત ૩ની ધરપકડ કેમિકલ વેસ્ટ ઠાલવવા બદલ કરાઈ
જાેખમી કેમિકલ વેસ્ટ ભરેલા ટેન્કરને ગેરકાયદેસર ઠાલવવાના કૌભાંડનો પર્દાફાશ-ભરૂચ SOGએ કંપનીના એમડી સહિત ૩ ની ધરપકડ કરી ગુનો નોંધ્યો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ SOGએ અંકલેશ્વર માંથી જાેખમી કેમિકલ્સ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરતી એસપીસી લાઈફ સાયંસીસ કંપનીના માલિક સહિત ૩ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શન આધારે એસઓજીપી.આઈ એ.એ.ચૌધરીએ પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી પોલીસ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
તે દરમ્યાન બાતમીના આધારે મહેસાણા ઓમ રોડલાઈન્સના માલિક કેતન પટેલનું ટેન્કર નંબર જીજે ૦૨ એટી ૦૫૫૦ માંથી માનવજીવન અને જીવ સૃષ્ટીને નુક્શાન કારક કેમીકલ વેસ્ટ ભરી કોઈક જગ્યાએ ખાલી કરવા જતા રાજપીપળા ચોકડીથી ઝડપી પડાયું હતું.
જેમાં તપાસ કરતા ટેન્કરમાં ભરેલ કેમીકલ વેસ્ટ અંકલેશ્વર GIDCમાં આવેલ એસપીસી લાઈફ સાયંસીસ કંપની માંથી ભરેલ હોવાનું જણાઈ આવતા એફએસએલ તેમજ જીપીસીબીના અધિકારી દ્વારા સેમ્પલ લેવડાવી અને ચકાસણી કરાવામાં આવી હતી.
જીપીસીબી અધિકારીના પ્રાથમિક રીપોર્ટ મુજબ ટેન્કરમાં એસીડીક પ્રવાહી હોવાનું અને ટેન્કરમાં રહેલ પ્રવાહી અને એસપીસી કંપનીના પ્લાન્ટ અને ટેન્કર માંથી લિધેલ સેમ્પલ સામ્યતા ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું.ટેન્કરના ડ્રાઈવર દ્વારા રજુ કરવામાં આવેલ બીલ તેમજ એસપીસીની ઓનલાઈન વેબસાઈમાં ચકાસતા ખોટી મેનિફેસ્ટ અને ખોટા બીલ હોવાનું ખુલ્યું હતું.
જેના પગલે ભરૂચ એસઓજી એ વડોદરા રહેવાસીના કંપનીના એમડી સ્નેહલ રાવજીભાઈ પટેલ, કંપનીના સીઈઓ જિમિશ શૈલેષભાઈ ગોહેલ અને જીતાલીના યુનિટ હેડ આકાશ ધનજીભાઈ કલાલની ધરપકડ કરી હતી.જ્યારે મહેસાણાના ઓમ રોડ લાઈન્સના કેતન પટેલને વોન્ટેડ જાહેર કરી તેઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસની વધુ તપાસમાં આરોપીઓ ટેન્કરમાં કેમિકલ વેસ્ટ ભરી અમદાવાદ નજીક નાળા કે ગટરમાં બારોબાર નિકાલ કરતા હતા.ત્યારે ઉલ્લેખનીય છે કે આ રીતે ગેરજયદેસર જાેખમી કેમિકલ વેસ્ટનો નિકાલ કેટલા સમયથી આ આરોપીઓ કરતા હશે અને અમદાવાદ સિવાય અન્ય ક્યાં ક્યાં સ્થળોએ તેનો નિકાલ કરવામાં આવ્યો છે.તે દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે.