J&Kમાં સેનાની ટ્રક પર આતંકી હુમલોઃ ૩ જવાન શહીદ
બુધવારે રાત્રે સુરક્ષા દળોએ સુરનકોટ અને બુફલિયાજમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારના રોજ આતંકવાદીઓએ સેનાની ટ્રક પર ઘાતકી હુમલો કર્યો. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા છે. અહીં સતત ગોળીબાર ચાલુ છે. એક મહિનાથી ઓછા સમયમાં આ વિસ્તારમાં સેના પર આ બીજો આતંકી હુમલો છે. આ પહેલા ૨૨ નવેમ્બરે રાજૌરીમાં એન્કાઉન્ટરમાં ૫ જવાનો શહીદ થયા હતા.
3 Indian Army soldiers killed in Poonch, J&K, 3 injured in an ambush of Army vehicles by Pakistan sponsored terrorists in Jammu and Kashmir’s Poonch.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો થાનામંડી-સુરનકોટ રોડ પર ડેરા કી ગલી નામના વિસ્તારમાં થયો હતો. આ ટ્રક બુફલિયાજથી સૈનિકોને લઈને જઈ રહી હતી. બુધવારે રાત્રે સુરક્ષા દળોએ સુરનકોટ અને બુફલિયાજમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સેના આજે ઓપરેશનમાં સામેલ સુરક્ષા દળોનો સંપર્ક કરવામાં સફળ રહી હતી, ત્યારબાદ અહીં વધારાની ફોર્સ મોકલવામાં આવી.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદે કહ્યું- પુંછમાં સેનાના વાહન પર હુમલાની યોજના પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ જે સકારાત્મક ફેરફારો થયા છે તેના આ નિર્ણયને આતંકવાદીઓ બદલવા માગે છે.
૧૯-૨૦ ડિસેમ્બરની વચ્ચેની રાત્રે પુંછના સુરનકોટ વિસ્તારમાં પોલીસ કેમ્પમાં બ્લાસ્ટ થયો હતો. પોલીસ અધિકારીઓએ બુધવારે (૨૦ જાન્યુઆરી) આ ઘટના અંગે માહિતી આપી હતી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પોલીસ કેમ્પમાં પાર્ક કરાયેલા અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા.
૧૭ નવેમ્બરે રાજૌરી અને કુલગામમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પ્રથમ એન્કાઉન્ટર ૧૬ નવેમ્બરે કુલગામમાં શરૂ થયું હતું અને ૧૭ નવેમ્બર સુધી ચાલ્યું હતું. જેમાં ૫ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ તમામ તાજેતરમાં થયેલા ટાર્ગેટ કિલિંગમાં સામેલ હતા. બીજું એન્કાઉન્ટર રાજૌરીમાં થયું જેમાં ૧ આતંકી માર્યો ગયો હતો.
શ્રીનગરમાં ઓક્ટોબર ઈદગાહ વિસ્તારમાં એક આતંકવાદીએ પોલીસ ઈન્સ્પેક્ટરને ત્રણ ગોળી મારી હતી. તેમના પેટ, ગરદન અને આંખમાં ગોળી વાગી હતી. ઈન્સ્પેક્ટરની ઓળખ મસરૂર અલી વાની તરીકે થઈ હતી. આતંકી સંગઠન TRFએ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલો ત્યારે થયો જ્યારે મસરૂર વાની સ્થાનિક છોકરાઓ સાથે ક્રિકેટ રમી રહ્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા અને સેનાની કાર્યવાહી પર દ્રષ્ટિપાત કરીએ તો, ૧૩ સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ૩ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા હતા. શહીદ થયેલા અધિકારીઓમાં આર્મી કર્નલ, એક મેજર અને પોલીસ સામેલ હતા. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ દરમિયાન બે આતંકીઓ પણ માર્યા ગયા હતા.
અહીં સર્ચ દરમિયાન આર્મી ડોગનું પણ મોત થયું હતું. સુરક્ષા દળોએ ૧૫ ઓગસ્ટ પહેલા ૬ આતંકીઓની ધરપકડ કરી હતી. પહેલો મામલો ૯મી ઓગસ્ટની રાતનો છે, જ્યાં કોકેરનાગના એથલાન ગડોલેમાં ત્રણ આતંકવાદીઓ ઝડપાયા હતા. એન્કાઉન્ટર દરમિયાન સેનાના જવાન સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. બીજો મામલો ઉરીનો છે, જ્યાં સુરક્ષાકર્મીઓએ લશ્કરના ૩ આતંકવાદીઓને પકડ્યા હતા.
૬ ઓગસ્ટે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ર્ન્ઝ્ર પાસે બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓ ર્ન્ઝ્ર પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. તે જ દિવસે સાંજે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા અન્ય એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.