હરિયાણામાં મોડી રાત્રે દારૂના અડ્ડા પર અંધાધૂંધ ફાયરિંગમાં ૩ના મોત
હરિયાણા, હરિયાણાના રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોત્રા ગેંગ વચ્ચે ગેંગ વોરના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોએ રોહતકના સોનીપત રોડ પર બલિયાના મોડ પાસે દારૂના ઠેકાણા પર બેઠેલા ૫ યુવાનો પર અંધાધૂંધ ગોળીબાર કરીને ભાગી ગયા હતા. આ ફાયરિંગમાં ત્રણ યુવકોના મોત થયા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ છે.
ત્રણેય મૃતકોની ઓળખ જયદીપ (૩૦), અમિત નંદલ (૩૭) અને વિનય (૨૮) તરીકે થઈ છે. આ તમામ બોહર ગામના રહેવાસી છે. જેમાંથી અમિત નંદલ સુમિત પ્લોટરાનો નાનો ભાઈ હોવાનું કહેવાય છે.
ગેંગ વોરના લીધે ત્રણ બાઇક પર સવાર આઠ-નવ યુવાનોએ ગુરુવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે સોનીપત રોડના બલિયાના ટર્ન પર સ્થિત દારૂની દુકાન પાસે અંધાધૂંધ ગોળીબાર કર્યાે હતો. જેમાં બોહર ગામના ત્રણ યુવાનોના મોત થયા હતા. માર્યા ગયેલા લોકોમાં જેલમાં બંધ સુમિત ઉર્ફે પ્લોટરાનો ભાઈ અમિત નંદલ ઉર્ફે મોનુ છે, જ્યારે બે યુવકો ગંભીર રીતે ઘાયલ છે.
આ ઘટનાની જવાબદારી સોશિયલ મીડિયા પર જામીન પર બહાર આવેલા રાહુલ બાબા ગેંગના નામે લેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંયાણા મોર ખાતે દારૂની દુકાન છે. અહીં બોહરના યુવકો રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બેઠા હતા ત્યારે આ દારૂની દુકાન પાસે ત્રણ બાઈકો આવીને ઉભી રહી. બાઇક પર સવાર સાત-આઠ યુવકોએ આવતાની સાથે જ અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા.
૧૦થી ૧૨ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યા હતા. હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. માહિતી મળ્યા બાદ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને પીજીઆઈના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ જયદીપ, અમિત અને વિનયને મૃત જાહેર કર્યા હતા જ્યારે અનુજ અને મનોજને પગમાં ગોળી વાગતા ગંભીર ઈજા થઈ હતી.SS1MS