કોલકતામાં શુભેંદુ અધિકારીના કાર્યક્રમમાં ભોગદોડ, ૩ના મોત
કોલકત્તા, પશ્ચિમ બંગાળના આસનસોલમાં ભાજપ નેતા શુભેંદુ અધિકારીએ ધાબળાના વિતરણ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી હતી. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે સાત જેટલા લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મૃતકોમાં એક સગીર છોકરી અને બે મહિલાઓ સામેલ છે.
નેતા વિપક્ષ શુભેંદુ અધિકારીએ કેટલાક ધાબળા વેચીને આ કાર્યક્રમની શરૂઆત કરી, જ્યાં થોડો સમય બધુ બરાબર ચાલ્યું હતું. ભાજપની યોજના પાંચ શિબિરોમાં ૫૦૦૦ લોકોને ધાબળા વેચવાની હતી. શુભેંદુ અધિકારી આ કાર્યક્રમમાંથી ગયા બાદ ધાબળા લેવા આવેલા લોકોની ભીડમાં ભોગદોડ મચી ગઈ હતી.
પોલીસ કમિશનરે દાવો કર્યો છે કે કાર્યક્રમ માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. તો ભાજપ તરફથી દાવો કરવામાં આવ્યો કે ધાબળા વિતરણ કાર્યક્રમની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ભોગદોડ સમયે ધાબળો લેવા માટે આવેલા લોકો ધક્કા-મુક્કી કરી રહ્યાં હતા.
આ ઘટના પર શુભેંદુ અધિકારીએ કહ્યુ કે આજે મેં આસનસોલ ક્ષેત્રમાં એક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ભાગ લીધો. હું ત્યાથી નિકળ્યો તેના એક કલાક બાદ આ દુર્ઘટના થઈ જેમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે કેટલાકને ઈજા પહોંચી છે. જ્યારે હું કાર્યક્રમ સ્થળ પર હાજર હતો તો સ્થાનીક પોલીસ તરફથી સંતોષજનક વ્યવસ્થા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, જ્યારે મેં આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના વિશે આયોજકોનો સંપર્ક કર્યો તો મને જણાવવામાં આવ્યું કે મારા કાર્યક્રમ સ્થળથી રવાના થયા બાદ પોલીસ તરફથી કરવામાં આવેલી વ્યવસ્થા પરત લઈ લેવામાં આવી. ત્યાં સુધી કે સિવિક વોલેન્ટિયર્સને પણ તેના વરિષ્ઠોએ કાર્યક્રમ સ્થળથી જવા માટે કહી દેવામાં આવ્યું.
હું આ દુર્ઘટના માટે કોઈને દોષ આપી રહ્યો નથી. શુભેંદુ અધિકારીએ કહ્યુ કે હું આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો સાથે છું જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તે જલદી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યો છું. હું મારા સ્થાનીક સહયોગીઓની સાથે ચોક્કસપણે આ સમયે તેની દરેક સંભવ પ્રયાસ કરીશ. હું જલદી તેમને મળીશ.HS1MS