અમેરીકામાં 33 કરોડના પોપ્યુલેશનમાં 30 લાખ ભારતીયો!
અત્યારે યુએસમાં સૌથી વધારે ઈમીગ્રન્ટસ મેકીસીન છે. પરંતુ તેમની સંખ્યા છેલ્લા એક વર્ષમાં સહેજ ઘટી છે.
યુએસની ડેમોગ્રાફી વિશે કેટલાક રસપ્રદ આંકડા આવ્યા છેઃ કુલ વસ્તીમાં ૧૩.૯ ટકા જેટલા માઈગ્રન્ટ છે
વોશીગ્ટન, ભારત અને અમેરીકીાના સંબંધોમાં ઘણી વખત ઉતાર ચઢાવ આવતા રહે છે. પરંતુ ભારતીયોને વિદેશ રહેવા જવાનું મન થાય ત્યારે મોટા ભાગે અમેરીકા જજ પસંદ કરે છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે અમેીકામાં ભારતીયોની વસ્તી ર૮.પ૦ લાખ સુધી પહોચી ગઈ છે. તે ર૦ર૧થી ર૦રર સુધીમાં એક વર્ષના ગાળામાં યુએસમાં ભારતીયોની વસતીમાં લગભગ પ ટકાનો વધારો થયો છે.
અમેરીકામાં ઈમીગ્રન્ટસની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. હાલમાં અમેરીકીમાં દર સાતમાંથી એક વ્યકિત વિદેશમાં જન્મેલી છે. તેવું તાજેતરમાં આંકડા દર્શાવે છે. અહી ઈમીગ્રન્ટસના જે કુુલ સંખ્યા છે. તેમાં લગભગ ૬ ટકા ભારતીયો છે. યુએસની ડેમોગ્રાફી વિશે કેટલાક રસપ્રદ આંકડા આવ્યા છે.
તે પ્રમાણે અમેરીકાની કુલ વસતીમાં ૧૩.૯ ટકા જેટલા માઈગ્રન્ટ છે. તેમાં કાયદેસરના અને ગેરકાયદેસર બંને માઈગ્રન્ટસ સામેલ છે. ગજીમા અત્યારે કુલ ઈમીગ્રન્ટસમાં ભારતીયો અને ચાઈનીઝ બંનેની વસતી ૬ ટકાની આસપાસ છે. ભારતીયોની વસતીમાં એક વર્ષમાં ૪.૮ ટકાો વધારો થયો છે. જયારે ચાઈનીઝ લોકોની વસતીમાં ૩ ટકા વધારો થયો છે.