ચોરીના બે બાઇક સાથે ત્રણ આરોપી ઝડપાયા
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એવી જોશી તથા કેવી વહોનીયા તથા અહેકો સુનિલભાઈ કાંતિભાઈ, આપોકો દિલીપભાઈ રણછોડભાઈ, આપોકો વાસુભાઇ ઇન્દુભાઇ તથા અપોકો વિકાસકુમાર હસમુખભાઈ વિગેરે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આગળ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક શંકાસ્પદ લોડિંગ રિક્ષા નં. ય્ત્ન-૦૯- છઠ- ૨૧૪૨ આવતાં તે રીક્ષાને હાથ નો ઈશારો કર્યું ઉભી રાખી
તે રિક્ષામાં બે મોટરસાયકલ શંકાસ્પદ જણા હતા સદરી રીક્ષા ડ્રાઇવર તથા પાછળ બેઠેલા જેઓનું નામ ઠામ પૂછતો તેમણે કરો તેમનું નામ ડ્રાઇવર કાંતિભાઈ રેવાભાઇ વાઘરી ઉ.વ. ૫૫ તથા સુનિલભાઈ જેન્તીભાઈ વાઘરી ઉ.વ. ૧૯ તથા અર્જુનભાઈ રમેશભાઈ વાઘરી ઉ.વ. ૨૭ ત્રણેય બ્રહ્મા ના નવી ચાપલપુર વિસ્તાર વિસ્તારમાં રહેતા હોવાનું જણાવ્યું હતું.
રીક્ષા ની અંદર મુકેલ બંને બાઇકો બાબતે પૂછપરછ કરતાં તેઓ ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી બજાજ પલ્સર મોટર સાયકલ પોકેટ કોપથી જોતાં તેનો નંબર -ય્ત્ન-૦૯-૪૮૫૨ નો જણાઈ આવતા સદરહુ બાઈક કિંમત રૂપિયા ૩૫,૦૦૦ ની તથા બીજી યામાહા કક્ષ મોટરસાયકલ ય્ત્ન- ૦૯-છઝ્ર- ૮૫૮૨ ની કિંમત રૂપિયા ૧૦,૦૦૦ ની ગણી
બંને મોટરસાયકલ લઈ જવા ઉપયોગ કરવામાં આવેલ લોડીંગ રીક્ષા નંબર ખ્તદ્ઘ ૦૯ ટ્ઠટ૨૧૪૨ ની કિંમત ૮૫૦૦૦ ની ગણી કુલ રૂ. ૧,૩૦,૦૦૦ નું મુદ્દામાલ કબજે કરી ત્રણેય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી જે અંતર્ગત બજાજ પલ્સર મોટરસાયકલ નંબર ય્ત્ન-૦૯-ઝ્રઈ- ૪૮૫૨ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીના ગુનામાં નોંધાયેલ હોવાનું જણાઈ આવ્યું હતું.