પીપી સવાણી યુનિવર્સિટીમાં સીબીઆઈ અધિકારીના સ્વાંગમાં ૩ લોકો ઘુસ્યા
સુરત, રાજ્યમાં નકલી અધિકારી ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. સુરત જિલ્લામાં કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં નકલી અધિકારી બની ૩ લોકો ઘુસ્યા હતા. આ ત્રણમાં એક કિશોરનો પણ સમાવેશ થાય છે. પોલીસે બે શખ્શોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશનની ઓળખ આપી ત્રણેય યુનિ.માં નકલી ડિગ્રી બનાવતા હોવાની તપાસના નામે ઘૂસ્યા હતા. ત્રણેય લોકોએ સંચાલકને માર મારવાની પણ ધમકી આપી હતી. યુનિવર્સિટીના સંચાલકોએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો.
આ નકલી અધિકારીઓની કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી – સીબીઆઈ લખેલું બોર્ડ પણ મળ્યું હતું.
પોલીસે બે યુવકોની કરી અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. SS3SS