Western Times News

Gujarati News

કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો

લાખો કેન્દ્રિય કર્મચારીઓને દિવાળીની ભેટ

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ મળી હતી. સૂત્રના મતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભથ્થામાં વધારાને મંજૂરી આપી છે. કોસ્ટલ શિપિંગ બિલ ૨૦૨૪ને પણ મંજૂરી મળી હતી. ૨૦૨૫-૨૬ માટે રવિ પાક માટેની એમએસપીને મંજૂરી અપાઇ છે.

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ મળી હતી. સૂત્રના મતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભથ્થામાં વધારાને મંજૂરી આપી છે. કોસ્ટલ શિપિંગ બિલ ૨૦૨૪ને પણ મંજૂરી મળી હતી. ૨૦૨૫-૨૬ માટે રવિ પાક માટેની એમએસપીને મંજૂરી અપાઇ છે.

ધનતેરસ અને દિવાળીના તહેવાર પહેલા જ મોદી સરકારે દેશના કરોડો કર્મચારીઓને ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ડીએ જાહેર કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. જો કે કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય કેન્દ્રીય કર્મચારીઓ માટે લીધો છે, પરંતુ કેન્દ્ર તરફથી લીલી ઝંડી મળતાની સાથે જ દેશના તમામ રાજ્યોમાં પણ ડીએ વધારાની જાહેરાત કરવામાં આવશે. ડીએમાં ૩ ટકાનો વધારો કરવાની સાથે કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓને ત્રણ મહિનાનું એરિયર્સ આપવાની પણ જાહેરાત કરી છે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જૂલાઈમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. આ વર્ષે એટલે કે ૨૦૨૪માં પણ જાન્યુઆરીમાં ડીએમાં ૪ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે જૂલાઈ માટે ડીએ વધારવાનો નિર્ણય આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકાનો વધારો જૂલાઈથી જ લાગુ ગણવામાં આવશે. આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ પણ કર્મચારીઓને આપવામાં આવશે.

નોંધનીય છે કે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું તેમના મૂળ પગારના આધારે નક્કી કરવામાં આવે છે. ધારો કે જો કોઈ કર્મચારીનો બેસિક પગાર ૪૦ હજાર રૂપિયા છે અને તેના ડીએમાં ૩ ટકાનો વધારો કરવામાં આવે છે તો તેના પગારમાં ૧,૨૦૦ રૂપિયાનો વધારો થશે. આ રીતે જો બેસિક પગાર, મોંઘવારી ભથ્થું અને હાઉસિંગ ભથ્થું એટલે કે ૐઇછ ઉમેરતા પહેલા તેમનો પગાર ૬૦ હજાર રૂપિયા હતો તો હવે તે ૬૦,૧૨૦૦ રૂપિયા થઈ જશે.

જો ડીએમાં વધારો જૂલાઈથી જ લાગુ માનવામાં આવશે તો ઓક્ટોબર સહિત તે કુલ ૪ મહિનાનો હશે. આ રીતે, ઓક્ટોબરમાં કર્મચારીઓને અત્યાર સુધીમાં મળી રહેલા કુલ પગારમાંથી લગભગ ૪૮૦૦ રૂપિયાનો વધારો મળશે.

આ ગણતરી એવા કર્મચારી પર કરવામાં આવી છે જેમની બેસિક સેલેરી ૪૦ હજાર રૂપિયા છે અને તેના ખાતામાં પગાર ૬૦ હજાર રૂપિયા આવશે.
જો આવા કર્મચારીઓને ઓક્ટોબરમાં ૪ મહિનાનો ડ્ઢછ મળે છે, તો તેમના ખાતામાં કુલ પગાર ૬૪,૮૦૦ રૂપિયા થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.