અમદાવાદથી ઉપડતી આ સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી
પશ્ચિમ રેલવેની 03 સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા રદ
પશ્ચિમ રેલવેની 03 સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા ધુમ્મસના વાતાવરણ અને ટેકનિકલ કારણોને લીધે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :-
રદ થનારી ટ્રેનો :
1. દરેક શુક્રવારે અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 10.01.2025 થી 21.02.2025 સુધી રદ રહેશે.
2. દરેક સોમવારે દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 13.01.2025 થી 24.02.2025 સુધી રદ રહેશે.
3. દરેક શુક્રવારે ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 10.01.2025 થી 21.02.2025 સુધી રદ રહેશે.
4. દરેક સોમવારે ભાગલપુરથી ચાલતી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 13.01.2025 થી 24.02.2025 સુધી રદ રહેશે.
5. દરેક બુધવારે અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 15.01.2025 થી 26.02.2025 સુધી રદ રહેશે.
6. દરેક શુક્રવારે પટનાથી ચાલતી ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 17.01.2025 થી 28.02.2025 સુધી રદ રહેશે.
ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.