Western Times News

Gujarati News

સરદાર પટેલની જમીનનો સોદો કરનાર ૩ ઠગને ૧પ વર્ષે ર વર્ષની કેદની સજા

AI Image

વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરી મહેમદાવાદ સબ રજીસ્ટર કચેરીમાં જમીનનું દસ્તાવેજ કરનાર આરોપી હીરાભાઈ કલાભાઈ ડાભીનું કેસ દરમિયાન અવસાન થયું છે

મહેમદાવાદની ૬ વીઘા જમીનનો ખોટો દસ્તાવેજ કરી દેવાયો હતો

(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાબાદ તાલુકાના ગાડવામાં આવેલી સર્વે નંબર ૨૭૦ વાળી જમીન ભારત દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામે હતી આ જમીન ગુજરાત પ્રાંતીય સમિતિ એટલે કે ગુ. પા. સ. હોવા છતાં આ જમીન પોતાની નામે કરાવી લેવા કઠલાલ તાલુકાના અરાલના ઈસમે

ખોટા માલિક દર્શાવી જમીન પોતાના નામે કરાવી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ત્રણ વ્યક્તિઓને બે બે વર્ષની સજા ફટકારી છે કેસ દરમિયાન ખોટું નામ ધારણ કરનાર ઈસમ અવસાન પામ્યો હતો.

મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના ગાડવા ગામની સીમના સર્વે નં.૨૭૦ વાળી મીલકત ભારત દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈના નામથી ગુજરાત પ્રાંતીય સંઘના પ્રમુખ તરીકે નોંધાયેલ હતી.

સરકાર ધ્વારા રેવન્યુ રેકર્ડ ની સન ૨૦૦૪ માં કોમ્પ્રોમાઈજેશન કરવામાં આવ્યુ ત્યારે મિલકતમાં કબજેદારના નામમાં શ્રી ગુ. પ્રા. સ. ના પ્રમુખ વલ્લભભાઈ ઝવેરભાઈના બદલે માત્ર વલ્લભભાઈ ઝવેરભાઈ લખાયેલ અને શ્રી ગુ. પ્રા. સ. ના પ્રમુખ તેવા શબ્દો નીકળી ગયા હતા ૧ હેકટર ૩૯ ગુંઠાની મુળ રેકર્ડે કબજેદાર તરીકે ગુ.પા.શ.ના પ્રમુખ પા.વલ્લભભાઈ ઝવેરભાઈના નામે ચાલતી હોય જે સને ૨૦૦૪-૦૫ મા કોમ્પ્યુટર રાઈઝ થતા ગુ.પ્રા.શ.નીકળી જતા ૨૦૦૯ મા જુની શરતની થઈ ગઈ હતી

આની જાણ કઠલાલ તાલુકાના અરાલમાં રહેતા ભુપેન્દ્રભાઈ દેસાઈ ડાભીને થઈ હતી તેમણે હીરાભાઈ નામના વ્યક્તિને ઉભા કરી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈ હીરાભાઈ ને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવાની ખોટી ઓળખાણ ઊભી કરાવી હતી

અને સાક્ષી તરીકે ભુપેન્દ્રભાઈના પિતા દેસાઈભાઈ ઝવેરભાઈ ડાભી અને ઘોડાલીમાં રહેતા પ્રતાપભાઈ શકરાભાઈ ચૌહાણને સાક્ષી તરીકે ઓળખાણ આપી આ જમીન ભુપેન્દ્રભાઈ ડાભીએ પોતાના નામ પર ૨૦/૩/ ૨૦૧૦માં કરાવી લીધી હતી.

આ કારસ્તાન બહાર આવતા મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ઈ.પી.કો.કલમ-૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ ર૦(બી) મુજબના ગુના માં આરોપીની ધડપકડ કરી હતી અને તપાસ કર્યા બાદ ચાર્જ સિટ કોર્ટમાં મૂકી હતી

આ કેસ મહેમદાવાદ કોર્ટમાં ચાલ્યો હતો સરકારી વકીલ કે એ સુથારની દલીલો ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી ભુપેન્દૂભાઈ દેસાઈભાઈ ડાભી, રહે.દેવનગર, અરાલ, તા.કઠલાલ, દેસાઈભાઈ જેહાભાઈ ડાભી, રહે.અરાલ, તા.કઠલાલ, અને પ્રતાપભાઈ શકરાભાઈ ચૌહાણ, રહે.ઘોડાલી, તા.મહેમદાવાદ, ને ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમઃર૪૮(૨) મુજબ ઈ.પી.કો.એકટની કલમઃ-૧ર૦(બી) (૧) તથા ૪૬૫ ના ગુના અં ગે તકસીરવાન ઠરાવી ૧(એક) વર્ષ ની સખત કેદની સજા કરવામાં આવે છે તેમજ રૂ.૧૦૦૦/- નો દંડ કરવામા આવે છે

અને જો આરોપીઓ દંડના ભરે તો વધુ બે માસની સાદી સજા કરવાનો હુકમ કરવામા આવે છે. તેમજ ઈપીકો કલમ-૧ર૦ (બી) (૧) તથા ૪૬૭ ના ગુના અંગે તકસીરવાન ઠરાવી ર(બે) વર્ષ ની સખત કેદની સજા કરવામાં આવે છે તેમજ રૂ.૧૦૦૦/- નો દં ડ કરવામા આવે છે અને જો આરોપીઓ દંડના ભરે તો વધુ બે માસની સાદી સજાકરવાનો હુકમ કરવામા આવે છે.

આ ઉપરાંત ઈપીકો કલમ-૧ર૦ (બી)(૧) તથા ૪૬૮ ના ગુના અંગે તકસીરવાન ઠરાવી ૧(એક) વર્ષ ની સખત કેદની સજા કરવામાં આવે છે તેમજ રૂ. ૧૦૦૦/- નો દંડ કરવામા આવે છે અને જો આરોપીઓ દંડના ભરે તો વધુ બે માસની સાદી સજા કરવાનો હુકમ કરવામા આવે છે.

ઈપીકો કલમ-૧ર૦ (બી)(૧) તથા ૪૭૧ ના ગુના અંગે તકસીરવાન ઠરાવી ૧(એક) વર્ષ ની સખત કેદની સજા કરવામાં આવે છે તેમજ રૂ. ૧૦૦૦/- નો દંડ કરવામા આવે છે અને જો આરોપીઓ દંડના ભરે તો વધુ બે માસની સાદી સજા કરવાનો હુકમ કરવામા આવે છે. ઉપરોકત તમામ સજા એકી સાથે ભોગવવાનો હુકમ કરવામા આવે છે.

સરદાર વલ્લભભાઈ પટેલ બનનાર આરોપીનું અવસાન થયુ: વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરી મહેમદાવાદ સબ રજીસ્ટર કચેરીમાં જમીનનું દસ્તાવેજ કરનાર આરોપી હીરાભાઈ કલાભાઈ ડાભી નું કેસ દરમિયાન અવસાન થયું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.