સુરક્ષા દળોની અથડામણમાં પુલવામામાં ત્રણ આતંકવાદીઓનો ખાત્મો થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/terrorists-1024x768.jpg)
પ્રતિકાત્મક
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે જારી અથડામણમાં આજે સવારે સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે આ પહેલા તેમની વચ્ચે લાંબા સમયથી અથડામણ થઇ હતી. 3 unidentified #terrorists killed in an ongoing encounter that broke out in Kakpora in South Kashmir`s #Pulwama district.
સુત્રોના જણાવ્યા અનુસાર તમામ આતંકી સ્થાનિક હતાં અને ત્રણ માળના મકાનમાં છુપાયેલા હતાં સુરક્ષા દળો દ્વારા વિસ્ફોટકથી આ ત્રણ માળની ઇમારતને ઉડાવી દેવામાં આવી
ત્યારબાદ ત્રણેય આતંકીઓને મારવામાં સફળતા હાંસલ થઇ સુરક્ષા દળો દ્વારા હથિયાર અને દારૂગોળો કબજે કરવામાં આવ્યો છે જયારે આતંકીઓ દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં બે નાગરિકોને પણ ઇજા થઇ હોવાની માહિતી મળી છે. આ પહેલા માહિતી મળી હતી કે કાશ્મીરના અનંતનાગર કુલગામ અને પુલવામા જીલ્લાથી પસાર હાઇવે પર આતંકી પોતાનો બેસ બનાવી રહી છે
આ વિસ્તારોમાં આતંકી ઓજી વર્કરો અને સ્થાનીક યુવાનોને પોતાના સંપર્કમાં લઇ હુમલાની રણનીતિ તૈયાર કરી રહ્યાં છે આતંકી આ માર્ગ પર યાત્રીકો અને સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવી શકે છે જેમાં આઇઇડી અને સ્ટિકી બોંબનો ઉપયોગ કરી શકાય છે. આતંકીઓએ પહેલા પણ આ જીલ્લાના હાઇવે અને અન્ય સંપર્ક માર્ગોને ગુમલા માટે ઉપયોગ કર્યો છે.