Western Times News

Gujarati News

૩ વર્ષનું બાળક આખી હનુમાન ચાલીસા કડકડાટ બોલે છે

(એજન્સી)નવસારી, આજના બાળકો એટલા હાઈટેક હોય છે કે જન્મતાના સાથે જ તેઓ અવનવા ટેલેન્ટ સાથે જન્મે છે. આવામાં બીલીમોરાની ઈન્ટરનેશનલ સ્કૂલમાં નર્સરીના વિદ્યાર્થીનો હનુમાન ચાલીસા ગાતો વીડિયો વાયરલ થયો છે. જે જાેઈને તમે પણ કહેશો કે ગજબનો છે આ ગુજરાતી છોકરો.

૩ વર્ષનો વિદ્યાર્થી એવા કડકડાટ રીતે હનુમાન ચાલીસા બોલે છે તમે પણ જાેતા રહી જશો. વેસ્ટર્ન કલ્ચરના આંધળા અનુકરણ વચ્ચે આજકાલ માતાપિતા પોતાના બાળકોને બોલિવુડ ગીતો પર ઠુમકા લગાવતા શીખવે છે. પરંતુ આ કલ્ચરથી દૂર બીલીમોરાના એક માતાપિતા પોતાના દીકરાને હનુમાન ચાલીસાના પાઠ શીખવાડી રહ્યાં છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.