30 નવેમ્બરથી LICની કેટલીક સ્કીમો બંધ થશે
નવી દિલ્હી, ચાલુ માસની છેલ્લી તારીખ 30મી નવેંબરથી દેશની સૌથી મોટી વીમા કંપની LIC પોતાની કેટલીક સ્કીમ્સ બંધ કરશે જેમાં બેસ્ટ સેલર ગણાયેલી જીવન આનંદ, જીવન ઉમંગ, જીવન લક્ષ્ય અને જીવન લાભનો પણ સમાવેશ થાય છે.
બે ડઝનથી પણ વધુ યોજનાઓ બંધ થશે જેમાં વ્યક્તિગત વીમા ઉપરાંત ગ્રુપ વીમો તથા સાતથી આઠ રાઇડર્સનો સમાવેશ થાય છે. જો કે કંપનીએ એવો દાવો કર્યો છે કે થોડા મહિના પછી આ યોજનાઓ રિલોંચ કરાશે.
જો કે રિલોંચ કરાયેલી યોજનાઓમાં બોનસ રેટ્સ અને ઊંચા પ્રીમિયમ દરો હશે એવું કહેવાય છે. કંપની ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા તૈયાર કરાયેલી યોજના અંતર્ગત રિલોંચીંગ કરશે જેની સીધી અસર ગ્રાહકોને થશે.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ 30 નવેંબરથી LIC 75થી 80 પ્રોડક્ટ બંધ કરશે. આ વર્ષના જુલાઇની આઠમીએ પ્રગટ થયેલા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર મુજબના આ પ્રોડક્ટ નથી. એટલે LICના એજન્ટ્સ 30 નવેંબર પહેલાં વધુમાં વધુ ગ્રાહકોને હાલની પ્રોડક્ટ્સ ખરીદવા પ્રેરિત કરશે.