Western Times News

Gujarati News

30 સેકન્ડમાં પરિણામ આપે તેવી રેપિડ ટેસ્ટ કિટ બનાવવા ઇઝરાયેલની ટીમ ભારત આવશે

નવી દિલ્હી. ભારતમાં કોરોના સંક્રમણની ગતિ લગાતાર વધી રહી છે. ટેસ્ટિંગની કમી પણ એક મોટો પ્રશ્ન છે. આ પરિસ્થિતિમાં ભારતની મદદ માટે ઇઝારાયેલ સામે આવ્યું છે. ભારત અને ઇઝરાયેલની ટીમ રેપિડ ટેસ્ટ કિટ પર કામ કરી રહી છે. આ ટેસ્ટ કિટની મદદથી 30 સેકન્ડમાં રિઝલ્ટ મળી જાય તેવા પ્રયાસો ચાલુ છે. તેના માટે એક સ્પેશ્યલ ફ્લાઇટમાં ઇઝરાયેલ સંરક્ષણ વિભાગના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોની ટીમ તેલઅવીવથી દિલ્હી આવશે. તેઓ ભારતમાં DRDO અને મુખ્ય વૈજ્ઞાનિક કે. વિજય રાઘવન સાથે મળીને રેપિડ ટેસ્ટ વિકસિત કરવામાં કામગીરી કરશે. નવી દિલ્હીમા ઇઝરાયેલની એમ્બેસી દ્વારા આ માહિતી જાહેર કરવામા આવી હતી.

આ ફ્લાઇટમાં ઇઝરાયેલ દ્વારા વિકસિત કરવામા આવેલી ટેક્નોલોજી ભારત લાવવામા આવશે. ભારતને મેકેનિકલ વેન્ટિલેટર આપવા માટે ઇઝરાયેલની સરકારે ખાસ મંજૂરી આપી છે. આવનારા અમુક અઠવાડિયાઓમાં ઇઝરાયેલનું વિદેશ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય ભારતમાં કોરોના સામેની લડાઇ માટે સહભાગી બનશે.

PM મોદી અને નેતાન્યાહુ વચ્ચે ત્રણ વખત વાતચીત એમ્બેસીએ જણાવ્યું કે જ્યારથી મહામારી શરૂ થઇ છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ વચ્ચે ત્રણ વખત વાતચીત થઇ છે. તેમણે વાયરસ સામે લડવા માટે એકબીજાનો સહયોગ કરવાનો ભરોસો આપ્યો છે અને બન્ને દેશ સાથે મળીને સંશોધન અને ટેક્નોલોજીમાં કામ કરે તેના માટે સહમત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.