કે.ડી. હોસ્પિટલમાં એક જ દિવસમાં ૩૦ બેરીયાટ્રિક સર્જરી કરવામાં આવી
આપણી આસપાસ શરીરની મેદસ્વિતા સદીઓથી છે જો કે, હમણાંના કોવિડ – ૧૯ પેન્ડેમિક પછી તંદુરસ્ત જીવનની આટલી તાતી જરૂરીયાત પહેલા ક્યારેય નહોતી જણાઈ. તાજેતરના રીપોર્ટના તારણ અનુસાર ૧,૪૮,૪૯૪ પુખ્ત કોવિડ દર્દીઓમાંથી ૭૨,૪૯૧ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા,
જેમાંથી ર૮.૩% દર્દીઓ વધુ પડતા વજનવાળા જ્યારે ૫૦.૨% દર્દીઓ મેદસ્વી હતાં. આ તારણમાં સૂચવવામાં આવ્યું છે કે ૭૮.૫% કોવિડના દર્દીઓ કે જેમને દાખલ કરવામાં આવ્યા તેઓ વધુ વજનવાળા અથવા મેદસ્વી હતાં. 30 Bariatric surgeries in a day at K. D. Hospital in Ahmedabad Gujarat India
(૧). ઉપરાંત એક અભ્યાસ અનુસાર ૨૦૧૦ થી ર૦૪૦ દરમિયાન ભારતમાં વધુ વધતા વજન વાળા લોકોનો દર બમણો તથા મેદસ્વિતા વાળા લોકોનો દર ત્રણ ગણો થઇ જશે (ર). કોવિડ -19 ની બીજી તરંગે ઘણા લોકોના જીવન પર અસર કરી હતી અને મ્રુત્યુ પામેલા લોકોનું પ્રમાણ તે સ્થૂળ વસ્તી પર વધારે હતું. મેદસ્વીપણું ઘણાં રોગોનું ઘર બની ચુક્યું છે,
જેમાં ટાઈપ – ર ડાયાબીટીસ, હૃધ્યરોગ, સ્તન તથા આંતરડાનું કેન્સર અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે. આ ભયજનક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કે.ડી. હોસ્પિટલે નોબેસીટી સાથે મળીને એક જ દિવસમાં (તા. ૬ ઓગસ્ટ,ર૦૨૧)માં ૩૦ બેરીયાટ્ટરિક સર્જરી કરવાનો એક ઉમદા સામાજિક પ્રયાસ કર્યો છે.
મેદસ્વિતા અંગે જાગૃતિ લાવવા, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા તથા મેદસ્વિતા સાથે જોડાયેલા ઘણા રોગોના જોખમોને
નિવારવા આ પહેલ કરવામાં આવી છે. ડૉ. મનીષ ખેતાન જેઓ નોબેસીટીનાં ડાયરેક્ટર તથા કે.ડી. હોસ્પિટલ ખાતે બેરીયાટ્ટરિક સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ છે,
તેમણે પોતાની ટીમ સાથે આ વિશિષ્ઠ પહેલ કરી છે જેમને અગાઉ પણ ર૭ બેરીયાટ્રિંક સર્જરી એક જ દિવસમાં કરી હતી. ડૉ. ખેતાન ૭૦૦૦ કરતાં વધુ સડળ બેરીયાટ્રિક સર્જરીનો અનુભવ ધરાવે છે અને કોવિડનો ત્રીજો તબક્કો અસર કરે એ પહેલા મેદસ્વિતા અંગે જાગૃતિ લાવવા માટે તેઓ મક્કમપણે માને છે.
ડૉ.ખેતાને કહ્યું : “મેદસ્વિતાની ગંભીર બીમારી તરીકે સારવાર કરવી જોઈએ જે બીજા જીવલેણ જોખમો તરફ દોરી જાય છે, માટે વજન ઘટાડવા અંગેની તથા તંદુરસ્ત જીવનશૈલી જાળવવાની જાગરૂકતા અત્યંત જરૂરી છે.” આ ૩૦ બેરિયાટ્રિક સર્જરીઓ ૬ ઓગસ્ટ, ર૦ર૧ના રોજ ૪૦-૭૦ 817। (બોડી માસ ઇન્ડેક્સ) ધરાવતા દર્દીઓ પર કરવામાં આવી હતી, જેમની ઉંમર ૩૫-૬૫ વર્ષની હતી,
જેમાં સૌથી વધારે વજન ધરાવતો દર્દી રર૦ કીલોગ્રામનો હતો. આરોગ્યની આવી અસમાનતાને સંબોધવા તથા તંદુરસ્ત સમાજની રચના કરવા માટે આ એક પ્રયાસ છે. તેઓ દરેક માટે વધુ સારા, સુખી અને તંદુરસ્ત સમુદાયના નિર્માણમાં ફરક લાવવા માટે સંકલ્પબધ્ટુ છે. ડૉ. અદિત દેસાઈ, મેનેજિંગ ડાયરેક્ટર, કે.ડી. હોસ્પિટલ, આના પર પ્રકાશ પાડતા કહ્યું : “અત્યારના નવા આધુનિક યુગમાં સ્વસ્થ જીવન જીવવા માટે મેદસ્વિતા એક ભયજનક પડકાર છે.
આ સર્જરી કરવાનો મુખ્ય હેતુ આ રોગ માટે સમાજમાં જાગૃતિ લાવવા તથા તેના તરફ ગંભીર રીતે કામ થાય
એના માટે પ્રયત્ન કરવાનો છે.” કે.ડી. હોસ્પિટલ મલ્ટી/સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે ૬ એકર સંકુલમાં પથરાયેલી છે અને ૩૦૦ કરતાં વધુ પથારીઓ સાથે લગભગ ૪પ સુપર સ્પેશિયાલિટી સેવાઓ આપે છે.