શાહરુખ-સલમાનના એક સીન પર ખર્ચ થયા ૩૦ કરોડ
મુંબઈ, સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ૩ ને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. તેમાં પણ જ્યારથી સલમાન ખાનની ફિલ્મની પહેલી ઝલક ટીઝરમાં જાેવા મળી છે ત્યારથી લોકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. સાથે જ આ ફિલ્મને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો પણ કન્ફર્મ થયો છે.
જેના કારણે ફેન્સની ઉત્તેજના વધી ગઈ છે. ટાઈગર ૩માં શાહરૂખના કેમિયોને લઈને મોટી જાણકારી સામે આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં શાહરૂખ લગભગ ૨૫ મિનિટનો કેમિયો કરશે. શાહરૂખ ખાનના કેમિયો અંગે જાણકારી સામે આવી છે કે ટાઈગર ૩માં જ્યારે શાહરુખ ખાન એન્ટ્રી કરશે ત્યારે આ સીનને શોલેના જય-વીરુના સીનની જેમ બતાવવામાં આવશે.
આ સીનનું શૂટિંગ મડ આઈલેન્ડમાં થયું છે. આ કેમિયો સિક્વન્સ પર ૩૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જેના માટે મડ આયલેન્ડમાં પાકિસ્તાની જેલનો સેટ બનાવવામાં આવ્યો હતો. જ્યાંથી પઠાન ટાઈગરને બચાવશે. ત્યારબાદ બંને જેલમાંથી ભાગી જશે. આ ખાસ સીન માટે મેકર્સે ૩૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
ટાઈગર ૩ ના બજેટની વાત કરીએ તો તે લગભગ ૩૦૦ કરોડ રૂપિયા હોવાનું ચર્ચાય છે. ફિલ્મની એકશન સીક્વન્સ, કાસ્ટની ફી અને ગ્રાફિક્સ પર મોટી રકમ ખર્ચવામાં આવી છે. ટાઈગર ૩ની રિલીઝ ડેટની વાત કરીએ તો ફિલ્મ ૧૦મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ વખતે દિવાળી પર સલમાન ખાન જાેરદાર ધમાકો કરવા માટે તૈયાર છે.SS1MS