૩૦ ભારતીય કંપનીઓએ કેનેડામાં ૧૭,૦૦૦થી વધુ લોકોને રોજગારી પુરી પાડી
ભારતીય કંપનીઓએ કેનેડામાં ૬.૬ અબજ કેનેડીયન ડોલરનું રોકાણ કર્યું
(એજન્સી)વોશીગ્ટન, ભારતની વિવિધ કંપનીઓએ કેનેડામાં ૬.૬ અબજ કેનેડીયન ડોલરનું રોકાણ કરી હજારો રોજગારીનું સર્જન કર્યું છે. એટલું જ નહી આ કંપનીમાં ભવીષ્યમાં વધુ રોકાણ કરવાનું આયોજન ધરાવે છે. તેમ એક અહેવાલમાં જણાવાયું છે.
કેન્દ્રીય વાણીજય મંત્રી પીયુષ ગોયલની કેનેડા યાત્રા દરમ્યાન CII દ્વારા લોન્ચ કરાયેલા ફોમ ઈન્ડીયા ટુ કેનેડા ઈકોનોમીક ઈમ્પેકટ એન્ડ એન્ગજેમેન્ટ નામના રીપોર્ટમાં કેનેડાના અર્થતંત્રમાં ભારતીય કંપનીઓએ એફડીઆઈ રોજગાર સર્જન તથા સંશોધન અને વિકાસ માટે આપેલા ભંડોળ સહીતના માધ્યમથી કરેલા યોગદાનની વિગતો રજુ કરાઈ છે.
અહેવાલ અનુસાર ૩૦ ભારતીય કંપનીઓને કેનેડાના આઠ રાજયોમાં ૬.૬ અબજ કેનેડીયન ડોલર જેટલું મુડીરોકાણ કરી આશરે ૧૭,૦૦૦ થી વધુ લોકોને રોજગારી પુરી પાડી છે. ભારતીય કંપનીઓ દ્વાા કેનેડામાં રીસર્ચ અને ડેવલપમેન્ટ માટે ૭૦૦ મીલીયન કેનેડીયન ડોલરનું રોકાણ કરાયું છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે. કે હાલમાં કેનેડામાં કાર્યરત ભારતીય કંપનીઓ આગામી પાંચ વર્ષમાં અહી વધુ રોકાણ કરવાની યોજના ધરાવવા ઉપરાંત વધુ કર્મચારીઓની ભરતી કરવાની યોજના ધરાવે છે.
કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મેરી એનજીના જણાવ્યા અનુસાર કેનેડા અને ભારત વચ્ચે મજબુત આર્થિક ભાગીદારી બંને દેશો માટે લાભદાયી છે.
સીઆઈઆઈ અને કેનેડા-ઈન્ડીયા બીઝનેસ કાઉન્સીલના જણાવ્યાં અનુસાર કેનેડા રોકાણ માટે જંગી સરપ્લસ ધરાવે છે. અને તે ભારતમાં રોકાણની બહેતર તકો તરફ નજર દોડાવી રહયું છે. કેન્દ્રીય વાણીજય મંત્રી ગોયલે જણાવ્યું હતું કે ભારતના પ્રતીભાશાળી લોકો કેનેડાના અર્થતંત્રમાં વિકાસમાં નોધપાત્ર યોગદાન આપી રહયાં છે.
એટલું જ નહી ભારતમાંથી પણ મોટાપાયે અહી રોકાણ કરાઈ રહયું છે. મને વિશ્વાસ છે કે ભારત અને કેનેડા વચ્ચેના આર્થિક સંબંધો મજબુત બનતાં બંને દેશોને લાભ થશે.