વાપીની અજીત પલ્પ એન્ડ પેપર મિલ્સ દ્વારા ગજરાત સરકાર સાથે ૩૦૦ કરોડના કરાર કરાયા
(પ્રતિનિધિ) વાપી, વાપીની અજીત પલ્પ એન્ડ પેપર મિલ્સ લિમિટેડ અને ગુજરાત સરકાર વચ્ચે સોમવારે ૨૦મી માર્ચના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈની હાજરીમાં ૩૦૦ કરોડના કરાર કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજ કુમાર IAS, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી IAS, ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તા, IAS, અજિત પલ્પ એન્ડ પેપર મિલ્સ લિ.ના સીએમડી ગૌતમ શાહ, અજીત પલ્પ એન્ડ પેપર મિલ્સ લિ. ના ડિરેક્ટર યોગેશ કાબરિયા અને વાપી વીઆઈએ સલાહકાર બોર્ડના સભ્ય મિલન દેસાઈ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.