૩૦૦ કરોડના માલિક, જાણો PCO બૂથથી માંડીને સુપરસ્ટાર બનવા સુધીની સફર
મુંબઈ, ઇંડસ્ટ્રીના જાણિતા કોમેડિયન અને એક્ટર તરીકે પોતાની જોરદાર ઓળખ બનાવનાર કપિલ શર્મા આજે પોતાનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કપિલ શર્માએ ઇંડસ્ટ્રીમાં પોતાની શરૂઆત એક નાનકડા લાફ્ટર શોથી કરી હતી, ત્યારબાદ આજના સમયમાં તે પોતાનો એક મોટો શો ‘ધ ગ્રેટ ઇન્ડીયન કપિલ શો’ ચલાવી રહ્યા છે, જે તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયો છે.
આ પહેલાં પણ તે ‘ધ કપિલ શર્મા શો’ની ઘણી સિઝન લાવી ચૂક્યા છે. તેમના શોને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત કપિલ શર્મા ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. કપિલે છેલ્લે કરીના કપૂર, તબ્બૂ અને કૃતિ સેનન સાથે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ક્રૂ ’ માં જોવા મળ્યા હતા. ફિલ્મને દર્શકોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
પરંતુ કપિલ શર્માને અહીં સુધી પહોંચવા માટે કેટલા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે તેના વિશે ખૂબ ઓછા ફેન્સને ખબર છે. ચાલો જાણીએ કે પંજાબના અમૃતસરમાં જન્મેલા કપિલ શર્માના આ સફર વિશે… કપિલ શર્માનો જન્મ ૨ એપ્રિલ ૧૯૮૧ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતા જીતેન્દ્ર કુમાર હેડ કોન્સ્ટેબલ હતા અને માતા જાનકી રાની ગૃહિણી હતી. કપિલના એક મોટા ભાઈ અને બહેન પણ છે.
કહેવાય છે કે તે બાળપણથી જ ખૂબ જ તોફાની હતો અને તેને ટીવી જોતી વખતે એક્ટર્સની નકલ કરવી ગમતી હતી અને તેના મિત્રો પણ તેને આવું કરવાનું પસંદ કરતા હતા. તે હંમેશા તેની વિચિત્ર હરકતોથી તેના મિત્રો અને અન્ય લોકોને ખૂબ હસાવતો હતો.
કપિલ શર્માએ એકદમ નાની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવી દીધા હતા. કહેવામાં આવે છે કે તેમના પિતા જિતેન્દ્રને કેન્સર હતું, જેના લીધે તેમનું નિધન થઇ ગયું હતું અને તે સમયે કપિલ ફક્ત ૨૨ વર્ષના હત.
પિતાના નિધન બાદ કપિલના પરિવારને આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો હતો. જોકે પિતાના મોત બાદ કપિલને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરીની ઓફર મળી હતી. પરંતુ તેમણે ના પાડી દીધી હતી, કારણ કે તે બાળપણથી જ એક સિંગર બનવા માંગતા હતા, કપિલ પછી થિયેટર્સ સાથે જોડાયા અને ઘણા પ્લેમાં પણ ભાગ લીધો.SS1MS