300 ખાપ પંચાયતોએ યોજેલી બેઠકમાં સજાતીય લગ્નો પર શું નિર્ણય લેવાયો
કાયદામાં સુધારો કરવા સરકારને રજુઆત કરાશે-લીવ-ઈન,લવ મેરેજ અને સજાતીય લગ્નો પર ખાપ પંચાયતનો પ્રતિબંધ
(એજન્સી)ચંડીગઢ, હરીયાણાના જીંદમાં રવીવારે ખાપ પંચાયતની મહાપંચાયત યોજાઈ હતી. જેમાં લીવ-ઈન લવ મેરેજ અને સજાતીય લગ્નો પર પ્રતીબંધ મુકવાની માગ કરાઈ હતી. ખાપ મહાપંચાયતમાં હરીયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની ૩૦૦ ખાપ પંચાયતોના સભ્યોએ ભાગ લીધો હહતો. આ બેઠકમાં ખાપ પંચાયતે એક જ ગોત્રમાં લગ્નનો પણ વિરોધ કર્યો હતો.
હરીયાણાના જીંદમાં યોજાયેલી ખાપ મહાપંચાયતમાં બનૈન ખાપના પ્રમુખ રઘુબી નૈને કહયું કે, સૌથી પહેલાં લવ મેરેજ પર ચર્ચા થવી જોઈએ. ખાપ પ્રેમ લગ્નોની વિરૂધ્ધ નથી પરંતુ માતાપિતાની સહમતી જરૂરી છે. કારણ કે કોઈપણ માતા પિતા તેમના સંતાનોને નુકશાન પહોચાડતા નથી માગતા. તેમણે એક જગોત્રમાં લગ્નનો વિરોધ કર્યોો હતો.
તેમણે ઉમેયું હતું કે લીવ-ઈન સંબંધોના કારણે પણ પૈતૃક અધિકારો અંગે વિવાદો થઈ રહયા છે. સાથે જ સજાતીય લગ્નો પર પણ પ્રતીબંધ મુકાવો જોઈએ. કારણ કે પ્રાણીઓ પણ આવા સંબંધોથી દુર રહે છે. ખાપ પંચાયોના પ્રતીનીધી વડાપ્રધાન નરેન્દ્રમોદી અને વિપક્ષના નેતાને મળીને સરકાર પર સુધારો કરવામાં આવેલા કાયદામાં યોગ્ય સુધારો નહી કરવામાં આવે તો અમે આંદોલન શરૂ કરીશું. આ મુદાને આગળ વધારવા માટે પ૧ સભ્યોની સમીતીની રચના કરાશે.
મહાપંચાયતમાં એક મહીલા ખાપ નેતા સંતોષ દહીયાએ પણ દાવો કર્યો કે લીવ-ઈન સંબંધોમાં ખરાબ છે. અને તેના પર પ્રતીબંધ મુકાવો જોઈએ. સૌથી મોટો મુદો લીવ-ઈન સંબંધો અને એક જ ગોત્રમાં થતા લગ્નો છે. લીવ-ઈન સંબધોના કારણે પરીવાર વ્યવસ્થા તુટી રહી છે. કારણ કે તેને કાયદાનું સમર્થન બાળકો અને આપણી સંસ્કૃતિ પર ખુબ જ ખરાબ અસર કરી છે.
તેમણે ઉમેયું કે લીવ-ઈન સંબધોથી સૌથી વધુ મહીલાઓ પર વિપરીત અસર પડે છે. કારણ કે પુરુષો પત્નીની ઉપેક્ષા કરીને પોતાની પસંદગીની મહીલાઓ સાથે રહેવાનું શરૂ કરી દે છે. તેથી મહીલાઓએ તેના વિરૂધ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. વધુમાં સમાન ગોત્રમાં લગ્નથી અનુવંશીક સમસ્યાઓ પણ પેદા થાય છે. તેથી તેનો પણ વિરોધ થવો જોઈએ.