Western Times News

Gujarati News

છેલ્લા ૧પ વર્ષમાં અમદાવાદમાં કુતરા કરડવાના કેસની સંખ્યામાં ૩૦૦ ટકાનો વધારો

પ્રતિકાત્મક

સરદારનગર વોર્ડમાં કુતરા કરડવાની ટકાવારી સૌથી વધુ: થલતેજમાં કેસ ઓછા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદ શહેરમાં ર૦૦૮ની સાલથી કુતરા રસીકરણ કરવામાં આવે છે. ર૦૦પમાં એક વર્ષ માટે એનીમલ બર્થ કન્ટ્રોલ કાર્યક્રમ શરૂ કર્યાં બાદ ફરીથી તેને રીન્યુ કરવામાં બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો

જેના કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમદાવાદ શહેરની બદનામી થઈ હતી તેથી ર૦૦૮માં દિલ્હીની એક સંસ્થા સાથે ફરીથી કરાર કરી એબીસી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જે આજ દિન સુધી કાર્યરત છે. તેમ છતાં તેના ધાર્યા પરિણામ મળતા નથી. શહેરમાં કુતરાની વસતીની સાથે સાથે કુતરા કરડવાના કેસમાં પણ ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે.

અમદાવાદ શહેરમાં કુતરા કરડવાના કેસમાં ચિંતાજનક હદે વધારો જાેવા મળી રહયો છે. શહેરમાં ર૦૦૬ના વર્ષમાં દર ૧૦ હજાર માણસે ૪ર માણસને કુતરા કરડતા હતાં. ર૦૧૮માં આ રેશીયો વધી ૮૭નો થયો હતો. ર૦રરમાં આ રેશીયો ૧૦૩ એ પહોંચ્યો છે મતલબ કે શહેરમાં દર ૧૦ હજાર માણસે ૧૦૩ માણસને કુતરા કરડી રહયા છે. આ આંકડા અત્યંત ચિંતાજનક માનવામાં આવે છે. કુતરા કરડવાના કારણે મૃત્યુ પણ થઈ રહયા છે જાેકે ર૦૧૭ બાદ તેની સંખ્યામાં ઘટાડો થયો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ૧પ વર્ષ દરમિયાન કુતરા કરડવાના કેસની સંખ્યામાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. ર૦૦૬ના વર્ષમાં કુતરા કરડવાના ૧૮૪૧૪ કેસ નોંધાયા હતાં. ર૦૧૮માં ૬૧૩૬૮ કેસ નોંધાયા હતાં જયારે ર૦રરમાં પ૮૧રપ કેસ નોંધાયા છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે કોરોના કાળ દરમિયાન લોકડાઉન હોવા છતાં પણ કુતરા કરડવાના કેસ નોંધાયા હતાં. ર૦ર૦માં પ૧ર૪૪ અને ર૦ર૧માં પ૧૭૧૧ કેસ નોંધાયા હતા.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જે નાગરિકોને કુતરા કરડે છે તેમને હડકવા વિરોધી રસી આપવામાં આવે છે જેના વપરાશમાં પણ સતત વધારો જાેવા મળી રહયો છે. ર૦૧૬-૧૭ના વર્ષ દરમિયાન ૪૩૩૭૦ રસીની ખરીદી કરવામાં આવી હતી જેની સામે ર૦રર-ર૩માં પ૪૦૦૦ રસી ખરીદ કરવાની ફરજ પડી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઈન્ટ્રાડર્મલ રસી આપવામાં આવે છે સદર રસીની એક વાયલમાંથી પ પેશન્ટને ઈન્જેકશન આપી શકાય છે. છેલ્લા બે વર્ષના આંકડા જાેવામાં આવે તો ર૦ર૧ના વર્ષમાં ૪૯૩૧૭ અને ર૦રરમાં ૩૮૩૦૦ રસીનો વપરાશ થયો છે.

ર૦૧૧ની વસ્તીના આધારે કરવામાં આવેલ સર્વે મુજબ શહેરના સરદારનગર વોર્ડમાં કુતરા કરડવાની ટકાવારી સૌથી વધારે છે જયારે સૌથી ઓછી ૦.પ ટકા થલતેજ વોર્ડમાં છે જાેધપુરમાં ૦ર, ચાંદખેડા મોટેરામાં ર.૧, અને ઠકકરબાપા નગરમાં ૪.૬ ટકા ટકાવારી જાેવા મળી છે. સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કુતરા કરડવાના કેસની સંખ્યામાં વધારો જાેવા મળી છે.

નવેમ્બર મહિનામાં સરેરાશ ૪૬ હજાર ડીસેમ્બરમાં પ૬ હજાર, જાન્યુઆરીમાં પ૪ હજાર અને ફેબ્રુઆરીમાં ૪૯ હજાર જેટલા કેસ નોંધાતા હોય છે. એક અભ્યાસ મુજબ કુતરાઓની બ્રીડીંગ સાયકલના આધારે તેમના વર્તનમાં ફેરફાર થતાં જાેવા મળે છે અને કુતરા કરડવાના કેસમાં વધઘટ જાેવા મળે છે. ર૦૧૮-૧૯ના વર્ષમાં ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ ૯.૪પ ટકા રહેણાંક વિસ્તારમાં કુતરા કરડવાના કેસ નોંધાયા છે. જયારે ૯૦.પ૩ ટકા મકાનોમાં કુતરા કરડવાના કોઈ કેસ બન્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.