પાકિસ્તાન સરહદ બંધ થતા અફઘાનિસ્તાનની ડ્રાયફ્રૂટના ૩૦૦ ટ્રક અટારી બોર્ડરે અટક્યા

નવી દિલ્હી, પહલગામના આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના માર્ગે ભારત આવતા જરદાળુ, બદામ, કાળી અને લીલી કિસમિસ, પિસ્તા, અખરોટના ભાવમાં ૧૫ ટકાનો વધારો થઈ ગયો છે.
અમદાવાદના ડ્રાયફ્રૂટના અગ્રણી વેપારી સુભાષ અગ્રવાલનું કહેવું છે કે, મામરો બદામના કિલોદીઠ ભાવમાં ૪૦૦ થી ૬૦૦ રૂપિયા, અંજીરના ભાવમાં ૧૫૦ રૂપિયા, જરદાળુના ભાવમાં ૫૦ રૂપિયા, કિસમિસના ભાવમાં ૪૦ રૂપિયા, કાજુના કિલોદીઠ ભાવમાં ૧૫૦ રૂપિયા, પિસ્તાના ભાવમાં ૩૦૦ રૂપિયાનો વધારો થયો છે. આ જ રીતે અખરોટના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે.
આ વધારાની અસર અમદાવાદ, ગુજરાત સહિત આખા દેશમાં જોવા મળી શકે છે. અફઘાનિસ્તાનથી આવતા ડ્રાયફ્રૂટ પાકિસ્તાન થઈને ભારત આવે છે. પહલગામ પછી પાકિસ્તાન સામે ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંને પરિણામ ડ્રાયફ્રૂટનો સપ્લાય જ ખોરવાઈ જવાની સંભાવના રહેલી છે. ભારતમાં ડ્રાયફ્રૂટની સૌથી વધુ નિકાસ અફઘાનિસ્તાન કરે છે.
અફઘાનિસ્તાનથી ભારતમાં દર વર્ષ અંદાજે ૨૦,૦૦૦ ટન ડ્રાયફ્રૂટની આયાત થાય છે. જરદાળુ, બદામ, લીલી અને કાળી કિસમિસ, પિસ્તા, અખરોટનો સપ્લાય અટકી જવાની સંભાવના છે.
ભારતમાં ડ્રાયફ્રૂટનો વપરાશ છેલ્લાં થોડા વર્ષાેથી વધી રહ્યો છે. તેથી સપ્લાયની ખેંચ વધતા ભાવ વધારો ઊંચો આવી શકે છે.બજારના સૂત્રોનું કહેવું છે કે, ભારતમાં ડ્રાયફ્રૂટનો ભાવ બહુ વધી ન જાય તે માટે તેની આયાત કરવા માટેના વિકલ્પની આપણે તપાસ કરવી પડશે.
જોકે, ભારત અમેરિકાથી પણ ડ્રાયફ્રૂટની આયાત કરે છે. અમેરિકાથી આયાત કરવામાં આવતા ડ્રાયફ્રૂટ દુબઈ થઈને ભારતના બજારમાં આવે છે. અટારી બોર્ડરથી પણ ખાસ્સા ડ્રાય ફ્›ટ ભારતના બજારમાં ઠલવાઈ રહ્યા છે. એવામાં હવે તો અટારી બોર્ડર પણ હવે તો બંધ કરી દેવામાં આવી છે. અત્યારે પણ પાકિસ્તાન તરફની અટારી બોર્ડર પર ડ્રાયફ્રૂટની ૩૦ ટ્રક ભારતમાં પ્રવેશ મળે તેની રાહ જોઈને ઊભી છે.
મે મહિનામાં લગ્નસીઝન વધુ મોટી થતાં ડિમાન્ડ વધશે. એટલે આ ડિમાન્ડને પહોંચી વળે તેટલો સ્ટોક ભારતના વેપારીઓ પાસે અત્યારે હાજર છે.
જુલાઈ માસ પછી ભારતીય બજારમાં ડ્રાયફ્રૂટની અસલી અછત જોવા મળી શકે છે. ત્યારબાદ નવરાત્રિ અને દિવાળીની સીઝન બેસી જવાની હોવાથી ભાવ વધારો જોવા મળી શકે છે. આ ગાળા પહેલા પણ માલની અછત હોવાની બૂમરાણ મચાવીને વેપારીઓ ભાવ ઊંચકીને નફો વધારી દે તેવી સંભાવના પણ રહેલી છે.એવામાં કાબૂલથી વિમાન માર્ગે ડ્રાયફ્રૂટનો સપ્લાય આવી શકે છે.
પરંતુ કાબૂલથી કાર્ગાે ફ્લાઈટ ભારત તરફ બહુ જ મર્યાદિત સંખ્યામાં આવે છે. તેથી ડ્રાયફ્રૂટ વધુ સમય ટ્રાન્ઝિટમાં રહે તો સડી જવાનું જોખમ પણ રહેલું છે. કિસમિસ અને અંજીર સડી જવાનું જોખમ સૌથી વધારે છે.
હવે અફઘાનિસ્તાનના ડ્રાયફ્રૂટ ઇરાનના ચાબહાર બંદરે થઈને ભારત સુધી આવી શકે તેવો એક વિકલ્પ ખુલ્લો છે. અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને ભૂમિ માર્ગે ડ્રાયફ્રૂટ આવે છે તેમાં ચારેક દિવસ લાગે છે, પરંતુ ઈરાન થઈને ભારત સુધી તે મોકલવામાં આવે તો એક મહિના જેટલો સમય લાગી જાય છે. આ ગાળામાં તેને ળીજમાં રાખવાની સુવિધા ન હોય તો માલ ખાસ્સો બગડી જવાની સંભાવના રહેલી છે.SS1MS