Western Times News

Gujarati News

ITની ઝુંબેશ પછી ૩૦,૦૦૦ કરદાતાએ વિદેશી સંપત્તિ-આવક જાહેર કરી

નવી દિલ્હી, સરકારે કાન આમળ્યા પછી ૩૦,૦૦૦થી વધુ કરદાતાઓ ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના તેમના આવકવેરા રિટર્નમાં સુધારો કરી આશરે રૂ.૩૦,૨૯૭ કરોડની વિદેશી સંપત્તિ અને આવક જાહેર કરી હતી.

આમાં રૂ.૨૯,૨૦૮ કરોડની વિદેશી સંપત્તિ અને રૂ.૧,૦૮૯ કરોડની વિદેશી આવકનો સમાવેશ થાય છે. લોકસભામાં ફાઇનાન્સ બિલ પરની ચર્ચાનો જવાબ આપતા નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે અમે એક ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં અમે કરદાતાઓને તેમની વિદેશી આવક અને સંપત્તિઓ સ્વેચ્છાએ જાહેર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.

આશરે ૧૯,૫૦૧ પસંદગીના કરદાતાઓને ઈ-મેલ મોકલવામાં આવ્યા હતાં, જેમાં તેમને વિદેશી થાપણો વગેરેના આવકવેરાની માહિતીના આધારે ૨૦૨૪-૨૫ માટે ફાઇલ કરેલા તેમના આવકવેરા રિટર્નની સમીક્ષા કરવા કહેવામાં આવ્યું હતું.

આ ઝુંબેશના પરિણામે કુલ ૧૯,૫૦૧ કરદાતામાંથી ૧૧,૧૬૨ કરદાતાએ તેમના આઇટી રિટર્નમાં સુધારો કર્યાે હતો અને શેડ્યૂલ ફોરેન એસેટ્‌સ ફોર્મ ભર્યું હતું. તેમાં કુલ રૂ. ૧૧,૨૫૯.૨૯ કરોડની સંપત્તિ જાહેર કરાઈ હતી.

તેમાં રૂ.૧૫૪.૪૨ કરોડની વિદેશી આવકનો સમાવેશ થાય છે.૮૮૩ કરદાતાએ તેમના આઇટીઆરમાં સુધારો કર્યાે હતો અને ૨૦૨૪-૨૫ માટેના સુધારેલા રિટર્નમાં તેમના ટેક્સ સ્ટેટસને ભારતીયની જગ્યાએ નોન રેસિડન્ટ કર્યાે હતો.

સીતારામને જણાવ્યું હતું કે ૨૦૨૪-૨૫ માટે તેમના સુધારેલા આઈટીઆરમાં વધારાના ૧૩,૫૧૬ કરદાતાએ રૂ.૭,૫૬૪ કરોડની વિદેશી સંપત્તિ અને આશરે રૂ.૩૫૩ કરોડની વિદેશી આવક જાહેર કરી હતી. આમ એક સરળ ઝુંબેશને પરિણામે ૩૦,૧૬૧ કરદાતાઓ દ્વારા શેડ્યૂલ હ્લછ (વિદેશી સંપત્તિ)માં રૂ.૨૯,૨૦૮ કરોડની વિદેશી સંપત્તિ અને રૂ.૧,૦૮૯ કરોડ (રૂ. ૩૦,૨૯૭ કરોડ)ની વિદેશી આવક જાહેર કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.