ભરવાડ સમાજ થરા ગાદીએ 900 વીઘામાં 3001 સમુહ લગ્ન સાથે રેકોર્ડ બનાવશે

ગ્વાલીનાથ
ગ્વાલીનાથ ઝાઝાવડા દેવ સંસ્થાનના નેજા હેઠળ સમુહલગ્નની સાથે ભાગવત કથા યોજાશે
૯૧૧ વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણના વંશજ જશરાજ દાદાના હસ્તે ૩૦૦પ દીકરીઓના સમુહલગ્ન યોજાયાં હતા-
દીકરીને ભેટરૂપે. પલંગ, સોફાસેટ, ઘરવખરી અને જીવનજરૂરી ચીજ-વસ્તુની સાથે ઘરેણામાં સોનાનું ચુની અને ચાંદીના છડા ભેટમાં આપશે-૧૭ હજાર જેટલા સ્વયંસેવકો ખડે પગેસેવા આપશે.
(એજન્સી)અમદાવાદ, ભરવાડ સમાજના ધર્મગુરુની પ્રેરણાથી ગ્વાલીનાથ ના નેતૃત્વમાં લગભગ ૯૦૦ વીઘાં એરીયામાં ૩૦-૩૧ જાન્યુઆરીના રોજ ૩૦૦૧ સમુહ લગ્નોનું આયોજન કરાયું છે, જેની સાથે ૩૦ જાન્યુઆરી પ ફેબ્રુઆરી સુધી રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠ ભાગવત કથા તેમજ રથીપ ફેબ્રુઆરી સુધી મહારૂદ્ર યજ્ઞ અને ગ્વાલીનાથ મહાદેવની પુનઃ પ્રતીષ્ઠાનું પણ આયોજન કરાયું છે.
સમાજના અગ્રણી મનોજ ભરવાડ અને વિનુભાઈ ભરવાડે જણાવ્યું કે, ભરવાડ સમાજની ગાદી થરાના ગાદીપતી મહામંડલેશ્વર ઘનશ્યામ પુરીજી બાપુએ ગુરુ પુણિર્માના દિવસે સમાજના આગેવાનોએ સમુહલગ્ન કરવાનો આદેશ આપ્યો હતો.
વધુમાં આ સ્થળે ૯૧૧ વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણના વંશજ જશરાજ દાદાના હસ્તે ૩૦૦પ દીકરીઓના સમુહલગ્ન યોજાયાં હતા. ત્યારે ભગવાનથી ઉપર ન જવાય તેથી આ વખતે ગુરુજી આદેશ મુજબ સંસ્થાએ ૩૦૦૧ લગ્નો કરાવવાનું નકકી કર્યું છે. સંખ્યા મર્યાદીત કરાતા લગભગ ર હજાર જેટલાં લોકોને લગ્નમાં સામેલ થવાની ના પડી છે.
સવારથી સાંજ સુધી ૬ તબકકામાં બે દિવસ લગ્નવિધી યોજાશે લગ્ન સ્થળે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ૩૦ અને ૩૧ જાન્યુઆરીએ ૬ તબકકામાં લગ્નવીધી યોજાશે. તેની સાથે સંસ્થા તમામ દીકરીને ભેટરૂપે. પલંગ, સોફાસેટ, ઘરવખરી અને જીવનજરૂરી ચીજ-વસ્તુની સાથે ઘરેણામાં સોનાનું ચુની અને ચાંદીના છડા ભેટમાં આપશે.
આ તમામ ભેટ સંસ્થા દ્વારા પહેલાં જ તમામ દીકરીના ઘરે પહોચાડી દેવાશે. હાલ ૭૦૦થી વધુ દીકરીઓના બે ભેટ પહોચાડી દેવાઈ છે. સમુહ લગ્ન તેમજ ભાગવત કથા દરમ્યાન સમાજના ૬થી ૭ લાખ લોકો થરા પહોચે તેવી શકયતા છે. ત્યારે આ તમામ લોકો માટે સંસ્થા દ્વારા જમવાની વ્યવસ્થા કરાઈ છે.
જેમાં સમાજના ૧૭ હજાર જેટલા સ્વયંસેવકો ખડે પગેસેવા આપશે. વધુમાં જમણવારની આ સંપૂર્ણ વ્યવસ્થા માટે બગદાણાના અનુભવી સ્વયંસેવકોની બોલાવ્યા છે, તેઓજ સંપૂર્ણ ભોજન વ્યવસ્થાનું સંચાલન કરશે.