અમદાવાદ જિલ્લાની 95 શાળાઓમાં 631 જેટલા ફૂટબોલ વહેંચાયા
જવાહર નવોદય વિદ્યાલય ખાતે ફૂટબૉલ ફોર સ્કૂલ કાર્યક્રમ યોજાયો
જવાહર નવોદય વિદ્યાલય અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ અને ફિફાના સંયુક્ત ઉપક્રમે ‘એફ ફોર એસ એટલે કે ફૂટબોલ ફોર સ્કૂલ’ના કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વટવાના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ તથા જિલ્લા રમતગમત અધિકારી શ્રી તથા ફૂટબોલની જાણીતી સંતોષ ટ્રોફીમાં રમી ચૂકેલ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અમૃતપાલ સિંહ તોમર, શ્રી મનોજ મકવાણા, શ્રી સુરેન્દ્ર રાવત, શ્રી દિનેશસિંહ તેમજ શ્રીરામપાલ સિંહ રાવત ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ફૂટબોલ પ્રત્યેની જાગૃતિ લાવવાનો હતો. જે અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય અમદાવાદ નોડલ સેન્ટર તરીકે કામ કરી રહ્યું છે, જેના દ્વારા અમદાવાદ જિલ્લાની 95 શાળાઓમાં કુલ 631 જેટલા ફૂટબોલની વહેંચણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ, અમૃતપાલ સિંહ તોમર નેશનલ પ્લેયર સંતોષ ટ્રોફી તેમજ આચાર્ય શ્રી દીક્ષિતજી જ.ન.વી., અમદાવાદ દ્વારા બાળકોને પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતકુમાર રાવત અને પ્રદીપ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.