દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૦૧૬ કેસો
નવીદિલ્હી, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં વાયરસના નવા ૩૦૧૬ નવા કેસ સામે આવ્યા છે, જે લગભગ છેલ્લા છ મહિનાના સૌથી વધુ કેસો છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧૩,૫૦૯ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ બીજી ઓક્ટોબરે કોરોનાના ૩૩૭૫ કેસ નોંધવામાં આવ્યા હતાં. વધુ ૧૪ લોકોનાં મોત નોંધાતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૮૬૨ થઇ ગયો છે. મહારાષ્ટ્રમાં ત્રણ, દિલ્હીમાં બે, હિમાચલ પ્રદેશમાં એક તથા કેરળમાં અગાઉના આઠ મોત નોંધવામાં આવ્યા હતાં.દૈનિક પોઝિટીવ રેટ ૨.૭૩ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૭૧ ટકા નોંધવામાં આવ્યો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દૈનિક પોઝિટીવ રેટ ૨.૭૩ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૭૧ ટકા નોંધવામાં આવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૭,૧૨,૬૯૨ થઇ ગઇ છે. કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૧,૬૮,૩૨૧ થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર જારી આંકડા અનુસાર રાષ્ટ્રવ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ દેશમા અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના ૨૨૦.૬૫ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.HS1MS