Western Times News

Gujarati News

મતદાનની જાગૃતિ લાવવા યોજાયેલ ઝુંબેશમાં એક દિવસમાં ૩૦૩૦૦ નાગરિકો જોડાયા

ઇન્ડિયા બુક ઓફ રેકર્ડમાં સ્થાન મળ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2021  સંદર્ભે “સ્વેપ “મતદાન જાગરૂકતા પ્રોગામ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠ્ળ તારીખ ૨૧/૨/૨૦૨૧ ના રોજ વધુમાં વધુ નૈતિક મતદાન થાય તે દિશામાં વૈવિધ્યસભર કાર્યક્રમો સમ્રગ અમદાવાદમાં નિરંતર કાર્યરત થઇ રહ્યા છે. 30,300 citizens join Voter Awareness Campaign in one day, get place in India Book of Records

આ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ” હું અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી તારીખ ૨૧/૦૨/૨૦૨૧ ના રોજ અચૂક નૈતિક મતદાન કરીશ અને અન્યોને પણ નૈતિક મતદાન કરવા પ્રેરિત કરીશ ” અમદાવાદ કરશે મતદાન. તે ટેગલાઇન હેઠળ ઇ-સંકલ્પ અભિયાન સોશ્યલ મિડિયાના વિવિધ માધ્યમો અને ગુગલ ફોર્મના આધારે કાર્યરત કરવામાં આવેલ હતું.

https://westerntimesnews.in/news/102931

 

જેમાં તારીખ ૨૫/૦૧/૨૦૨૧ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસે ગુગલ ફોર્મ તેમજ  સોશ્યલ મિડિયાના ફેસબુક, ટવીટર તથા અન્ય માધ્યમોથી એક જ દિવસે ૩૦૩૦૦ નાગરિકો આ અભિયાનમાં જોડાયા હતા. આ અભિયાનને વિશ્વ રેકોર્ડ તરીકે  ઇન્ડીયા  બૂક ઓફ રેકોર્ડમાં  સ્થાન મળેલ છે.

આ એવોર્ડનો એનાયત સમારોહ સેનેટ હોલ, ગુજરાત યુનિવર્સીટી ખાતે જિલ્લા કલેકટરશ્રી, અધિક નિવાસી કલેકટરશ્રી, કુલપતિશ્રી,ઉપકુલપતિશ્રી સહિત સ્વેપના વિવિધ લાયઝન ઓફિસર અને જિલ્લા શિક્ષણા અધિકારીશ્રી સહિત પ્રથમ વખતના મતદારોની ઉપસ્થિતિમાં સવારે ૧૧.૦૦ ક્લાકે યોજાશે.  આ સમારોહમાં વિશ્વ રેકોર્ડ પ્રમાણપત્ર એનાયત  કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.