31 ડીસેમ્બર ને અનુલક્ષીને પાટનગરમાં સઘન ચેકીંગ ઝુંબેશ
(મિલન વ્યાસ) ગાંધીનગર, 31 ડીસેમ્બરને અનુલક્ષીને ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર દરેક બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના તમામ પ્રવેશદ્વારો ઉપર ગોઠવાઈ ગયેલી પોલીસ દ્વારા વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં અત્યાધુનિક સિસ્ટમ દ્વારા, વાહન ચાલકો સહિત અન્ય મુસાફરોના શ્વાસની પણ તપાસ કરવામાં આવી રહ્યું છે.
આજે વર્ષના છેલ્લા દિવસ 31 ડિસેમ્બરના રોજ રાત્રે કોઇ પાર્ટી કે અન્ય મહેલો યોજાયેલ રહે એટલા માટે પણ ગાંધીનગર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં આવતી ગાડીઓની ડેકીઓમાં તપાસ કરવામાં આવે છે. તેમજ ટુવ્હીલર ચાલકો, રીક્ષાઓની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.